Sanjay Dutt Talks About His Experience at Ahmadabad
  • Home
  • Featured
  • અમદાવાદનાં મહેમાન બનેલા સંજય દત્તે જણાવી પોતાની આ ખાસ ઇચ્છા, જુઓ આ વિડીયો

અમદાવાદનાં મહેમાન બનેલા સંજય દત્તે જણાવી પોતાની આ ખાસ ઇચ્છા, જુઓ આ વિડીયો

 | 12:12 pm IST

અભિનેતા સંજય દત્ત અમદાવાદનાં મહેમાન બન્યા હતા. AMA ખાતે પ્રોડ્યુસર આનંદ પંડિત દ્રારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં સંજય દત્તે વિદ્યાર્થીઓને સવાલનાં જવાબ આપ્યા હતા. આ કાર્યક્રમમાં સંજય દત્તે ગાંધીગીરી વિશે વાત કરી હતી. સાથે જ ગુજરાત ક્નેક્શન વિશે પણ સંજયે મજેદાર વાત કરી હતી.

તેમણે ખરાબ સમયમાં તેને હિંમત આપનાર વિશે વાત કરી હતી. સંજય દત્તે પોતાના જેલનાં સમયને યાદ કર્યા સાથે તે વખતે કરેલું કામ પણ યાદ કર્યું હતુ. સંજય દત્તે ખાસ આ વાતનો ભારપૂર્વક ઉલ્લેખ કર્યો કે કામ એ મારા માટે ભગવાન છે અને હું તેને મરતા સુધી મુકીશ નહીં, અને જો મારો દીકરો એક્ટર બને તો દીકરાનાં ફાધરનો રોલ કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી.