સંજય દત્તની આગામી ફિલ્મ 'પ્રસ્થાનમ'નો પહેલો લુક જાહેર - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સંજય દત્તની આગામી ફિલ્મ ‘પ્રસ્થાનમ’નો પહેલો લુક જાહેર

સંજય દત્તની આગામી ફિલ્મ ‘પ્રસ્થાનમ’નો પહેલો લુક જાહેર

 | 4:36 am IST

હાલ ફિલ્મી પરદે રણબીર કપૂર સંજય દત્ત તરીકે ધૂમ મચાવી રહ્યો છે, તો બીજી બાજુ રિયલ સંજુ મોટા પરદે આવવાની તૈયારી કરી રહ્યો છે. સંજય દત્તની બે ફિલ્મો પ્રસ્થાનમ અને તોડબાઝ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે, ત્યારે ફિલ્મ નિર્માતાએ પ્રસ્થાનમનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે.  પ્રસ્થાનમના નવા મોશન પોસ્ટરમાં સંજય દત્ત કેમેરા સામે પીઠ કરીને ધૂળની ડમરીઓ વચ્ચે ઊભો છે અને બેકગ્રાઉન્ડમાં સંજય દત્તનો ડાયલોગ, ‘હક દોગે તો રામાયણ શુરૂ હોગી, છીનોગે તો મહાભારત’ સંભળાય છે. પ્રસ્થાનમમાં સંજય દત્ત સાથે મનીષા કોઇરાલા પણ નજરે પડશે. મજાની વાત એ છે કે સંજયની બાયોપિકમાં મનીષાએ સંજુની માતા નરગિસનું પાત્ર ભજવ્યું હતું.