મહેશ ભટ્ટે કહ્યું સંજય દત્ત રોજ સવારે દારૂથી કોગળા કરતો - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • મહેશ ભટ્ટે કહ્યું સંજય દત્ત રોજ સવારે દારૂથી કોગળા કરતો

મહેશ ભટ્ટે કહ્યું સંજય દત્ત રોજ સવારે દારૂથી કોગળા કરતો

 | 3:42 pm IST

તાજેતરમાં જ ફેમસ ડિરેક્ટર મહેશ ભટ્ટે સંજય દત્તના નશાની આદત અંગે વાત કરી હતી. મહેશ ભટ્ટે જણાવ્યું કે દત્ત સવારે ઊઠતા સાથે જ હેરોઈન વિષે વિચારતો અને દારૂથી કોગળા કરતો. ભટ્ટે આ વાત તેના રેડિયો શો ભટ્ટ નેચરલી દરમિયાન કરી હતી.

ભટ્ટે કહ્યું કે સંજય દત્ત માટે નશાની લત છોડાવવી ખૂબ જ મુશ્કેલ હતી. એક સમય એવો હતો કે તે આંખો ખોલતા સાથે જ હેરોઈન માંગતો. મહેશ ભટ્ટ સંજય દત્ત સાથે અનેક ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે જેમાં કબ્જા, દુશ્મન અને સડક ફિલ્મોનો સમાવેશ થાય છે. બધા જ જાણે છે કે બોલિવુડમાં બાબાના નામથી ઓળખાતો સંજય દત્ત ઘણી મુશ્કેલીઓ પછી નશાની લતમાંથી છૂટી શક્યો છે.

સંજય દત્તે અનેકવાર જાહેરમાં તેની આ લતનો સ્વીકાર કર્યો છે. સંજય દત્તની બાયોપિક છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. વિધુ વિનોદ ચોપડા અને રાજકુમાર હિરાનીની હિટ જોડીએ આ બોયિપક બનાવી છે. રણબીર કપૂર સંજય દત્તની ભૂમિકા નિભાવી રહ્યો છે. આ ફિલ્મ 29 જૂને રીલીઝ થવા જઈ રહી છે. અગાઉ આ ફિલ્મની રીલીઝ ડેટ 30 માર્ચ હોવાની ચર્ચા હતી.

પૂજા ભટ્ટે પણ આ શોમાં તેની દારૂની લત વિષે વાત કરી હતી. પૂજાએ આ વિષય પર એક પુસ્તક લખવાનું પણ વિચાર્યું છે. તે દુનિયાને જણાવવા માગે છે કે દારૂની આદત છોડાવી આસાન નથી પરંતુ તે સંભવ છે.