‘સંજુ’માં બતાવવામાં આવેલ મિત્રની રિયલ લાઈફમાં આવી છે સ્ટોરી - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘સંજુ’માં બતાવવામાં આવેલ મિત્રની રિયલ લાઈફમાં આવી છે સ્ટોરી

‘સંજુ’માં બતાવવામાં આવેલ મિત્રની રિયલ લાઈફમાં આવી છે સ્ટોરી

 | 3:30 pm IST

આખરે સંજુ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર દસ્ત આપી દીધી છે. આ ફિલ્મ વર્ષ 2018માં સૌથી મોટી ઓપનર બની ગઈ છે. આ ફિલ્મમાં સંજય દત્તની જિંદગીમાં અનેક મહત્ત્વના પડાવ બતાવવામાં આવ્યા છે, જેને વિશે તેના ફેન્સ બહુ જ ઓછું જાણતા હતા.

આ છે સંજુનો મિત્ર કમલીનું અસલી નામ
આ ફિલ્મમાં સંજય દત્તની બહુ જ નજીક તેનો એક મિત્ર કમલી બતાવવામાં આવ્યો છે. એક રિપોર્ટસ અનુસાર, તેના આ મિત્રનું રિયલ નામ પરેશ ગિલાની છે. પરેશનો રોલ વિક્કી કૌશલ નામના એક્ટરે ભજવ્યો છે. સંજયનો મિત્ર પરેશ એક બિઝનેસમેન છે, અને હાલ લોસ એન્જેલસમાં સેટલ્ડ છે. પરેશથી સંજુની મિત્રતા સ્કૂલના દિવસોમાં થઈ હતી. બંનેએ સાથે મળીને જિંદગીના સારા-નરસા અનેક દિવસો જોયા છે. પરેશ હંમેશા સંજુની સાથે મુશ્કેલ સમયે પણ રહ્યો છે.

ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, પરેશ સાથે સંજુની મુલાકાત નરગીસ દત્તની બીમારી દરમિયાન થાય છે. કેમ કે તે નરગીસ દત્તના મોટા ફેન હોય છે. બંનેની મિત્રતા ઉંડી થતી જાય છે. પરેશનો સ્વભાવ બહુ જ શરમીલો છે. તેથી સંજુની સાથે તેઓ સ્પોટલાઈટમાં આવવાથી બચે છે.

સંજુ ફિલ્મ 29 જુનના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને ફેન્સની સાથે સેલેબ્સ પાસેથી પણ બહુજ સારો રિસ્પોન્સ મળ્યો છે. આમિર ખાનથી લઈને શબાના આઝમી જેવા એક્ટર્સ સંજુમાં રણબીર અને બાકીના કો-સ્ટાર્સના વખાણ કરતા થાકતા નથી. શબાના આઝમીએ તો એમ પણ કહ્યું કે, નીતુ કપૂર આ ફિલ્મને જોઈને ખુશીથી રડી પડશે.

આ ફિલ્મ રણબીરની કરિયરની સૌથી પહેલા દિવસથી જ વધુ કમાણઈ કરનારી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મની કમાણી જોતા જ સંજુ ત્રણ દિવસમાં જ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન