NIFTY 10,155.70 -30.90  |  SENSEX 32,859.06 +-82.81  |  USD 65.3575 -0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • પદ્માવતીના જંગી વિરોધ બાદ આખરે ભણશાલીએ મૌન તોડ્યુ, જાણો શું કહ્યું

પદ્માવતીના જંગી વિરોધ બાદ આખરે ભણશાલીએ મૌન તોડ્યુ, જાણો શું કહ્યું

 | 11:49 am IST

સંજય લીલા ભણશાળીની ફિલ્મ પદ્માવતીનો વિરોધ સતત થઈ રહ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં ફિલ્મના રિલીઝને પ્રતિબંધ મૂકવાની માંગણીઓ કરાઈ રહી છે. અનેક જગ્યાઓ પર સંજય લીલા ભણશાલીના પૂતળા બાળવામાં આવી રહ્યા છે. ત્યારે આ વચ્ચે જ સંજય ભણશાલીની પ્રતિક્રિયા સામે આવી છે. ભણશાલીએ કહ્યું કે, તે જીવનના સંઘર્ષોને નકારાત્મક રૂપથી નથી લેતા. મારી કોઈ પણ ફિલ્મનું શુટિંગ આસાન નથી. જ્યારે મેં મારી પહેલી ફિલ્મ ખામોશી – ધ મ્યૂઝિકલ નું ડિરેક્શન કર્યું હતું, ત્યારે પણ મારી સામે અનેક
સમસ્યાઓ આવી હતી અને હું તેની સામે લડ્યો હતો.

સંજય લીલા ભણશાલીએ કહ્યું કે, મારી પહેલી ફિલ્મની રિલીઝના પહેલા દિવસે જ ફ્લોપ બતાવી દેવાઈ હતી. ત્યારે લોકોએ ગુસ્સામાં થિયેટર્સની ખુરશીઓ તોડી હતી. મને આશ્ચર્ય થતું હતું કે, મેં એવું તો શું કરી દીધું લોકો આટલો બધો ગુસ્સો બતાવી રહ્યાં છે.

હમ દિલ દે ચૂકે સનમ, દેવદાસ અને બ્લેક જેવી ફિલ્મો બનાવનાર ભણસાલીએ કહ્યું કે, હું સંઘર્ષ, પીડા અને વિવાદોને નકારાત્મક શક્તિઓના રૂપમાં નથી જોતો. તે મારા માટે માત્ર એવી ફિલ્મો બનાવવાની પ્રોત્સાહન રકમ છે, જેને હું બનાવવા માગું છું. જો મને તણાવમુક્ત ફિલ્મ બનાવવી પડે, તો મને વાસ્તવમાં ચિંતિંત થવું જોઈએ.

હાલ પદ્માવતીનું શુટિંગ પૂરુ થઈ ગયું છે. હવે ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યુ છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે. પરંતુ રિલીઝ પહેલા જ ભાજપ, કરણી સેના, સર્વ બ્રાહ્મણ મહાસભા સહિત અનેક સંગઠનોએ તેનો વિરોધ વ્યક્ત કર્યો છે અને ફિલ્મ રિલીઝ ન કરવા દેવાની ચેતવણી આપી છે.