સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ઇશાંલ્લાહમાં સલમાન-દીપિકા પદુકોણ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ઇશાંલ્લાહમાં સલમાન-દીપિકા પદુકોણ

સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ઇશાંલ્લાહમાં સલમાન-દીપિકા પદુકોણ

 | 2:26 am IST

ભૂતકાળમાં બિગ બોસના સેટ પર ફિલ્મ પદ્માવતના પ્રમોશન માટે ગયેલી દીપિકાએ સલમાન ખાન સાથે ફિલ્મ કરવાની ઇચ્છા જાહેર કરી હતી. ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી પોતાની આગામી ફિલ્મમાં પોતાની લકી ચાર્મ દીપિકા પદુકોણ સાથે અભિનેતા સલમાન ખાનને લીડ રોલમાં લેવાના છે. હાલ આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મ આવતા વર્ષે ફ્લોર પર જાય એવી શક્યતા છે. ફિલ્મનું નામ અત્યારે હાલ પૂરતું ઇશાંલ્લાહ રખાયું છે. આ નામમાં ફેરફાર થાય એવી શક્યતા છે. ભણસાલી સાથે દીપિકાએ ગોલિયોં કી રાસલીલા-રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત એમ બેક ટુ બેક ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે.