Sanjay Bhansali's Next Film on PM Modi, Akshay Kumar Unveils First Look
  • Home
  • Entertainment
  • Bollywood
  • સંજય લીલા ભણસાલીનો ધડાકો! PM મોદી પર બનાવશે ફિલ્મ, પ્રભાસનાં હાથે થશે શુભ કામ

સંજય લીલા ભણસાલીનો ધડાકો! PM મોદી પર બનાવશે ફિલ્મ, પ્રભાસનાં હાથે થશે શુભ કામ

 | 12:50 pm IST

આ પહેલા પણ વિવેક ઓબયોર પીએમ મોદીના જીવન પર ફિલ્મ કરી ચૂક્યા છે. પરંતુ હવે ફરીથી પદ્માવત જેવી સુપરહિટ મુવી આપનાર સંજય લીલા ભણસાલી નરેન્દ્ર મોદી પર ફિલ્મ બનાવવાનાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર સંજય લીલા ભણસાલી લોકોને પીએમની લાઇફ પર બનેલી એક ખાસ ફિલ્મ ‘મન બેરાગી’નું ફર્સ્ટ લુકથી ભેટ આપવાનાં છે.

ફિલ્મ મેકર્સ વાત કરતા જણાવે છે કે કોઇ પણ સફળ વ્યક્તિનાં જીનવમાં એક એવી તક આવે છે કે જ્યારે તે આ સફળતા તરફ આગળ પગલું ભરે છે અને ‘મન બેરાગી’ આ માટે જ છે. પીએમ નરેન્દ્ર મોદીની લાઇફની તમે ના જોઈ હોય એવી વાત દેખાડતી આ ફિલ્મને સંજય લીલા ભણસાલી અને મહાવીર જૈને પ્રોડ્યૂસ કરી છે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મનો ફર્સ્ટ લુક પોસ્ટરને સુપરસ્ટાર પ્રભાસ બહાર પાડવાનો છે.

મહાવીર જૈને આ ફિલ્મ માટે કહ્યું કે, ‘મન બેરાગીમાં નરેન્દ્ર મોદીની જીંદગીની સફરમાં સૌથી મહત્વના પડાવને બતાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મહાવીર જૈન મોદીના બાળપણ પર આધારિત શૉર્ટ ફિલ્મ ‘ચલો જીતે હે’ પણ બનાવી ચુક્યા છે. આ શૉર્ટ ફિલ્મને નેશનલ એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવી હતી.

ફિલ્મ બનાવવા બાબતે ભણસાલી કહે છે, મને આ કહાનીની સૌથી રસપ્રદ વાત એની યૂનિવર્સલ અપીલ અને સંદેશ લાગ્યો. મને લાગ્યું કે આ એક એવી ના સાંભળેલી વાત છે કે જેને લોકો સામે લાવવી જોઇએ.’ તો બીજી બાજુ ડાયરેક્ટર સંજય ત્રિપાઠીનું માનવું છે કે આ ફિલ્મ લોકોનું દિલ જીતી લેશે. એમને કહ્યું, ‘મારા માટે આ એક એવા વ્યક્તિની કહાની છે, જે પોતાની જાતને શોધવા નિકળ્યો હતો અને અમારા દેશના સૌથી મોટા નેતા બની ગયા.’

આ વીડિયો પણ જુઓ: PM મોદીએ નર્મદાના નીરના કર્યા વધામણાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન