Sanjay Manjrekar has also criticized Virat Kohli's decision.
  • Home
  • Sports
  • Cricket
  • કોહલીના નિર્ણયને આ દિગ્ગજ ખેલાડીએ ગણાવી ‘વિરાટ’ ભૂલ, સીધેસીધી કાઢી નાંખી ઝાટકણી

કોહલીના નિર્ણયને આ દિગ્ગજ ખેલાડીએ ગણાવી ‘વિરાટ’ ભૂલ, સીધેસીધી કાઢી નાંખી ઝાટકણી

 | 11:06 am IST

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વન-ડે ઇન્ટરનેશનલ સિરીઝની પ્રથમ મેચમાં મહેમાન ટીમે 10 વિકેટથી જીત હાંસલ કરી સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. આ મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી નંબર ચાર પર બેટિંગ કરવા માટે ઉતર્યા હતા, જેના કારણે તેમની અને ટીમ મેનેજમેન્ટની ખુબ આલોચના થઇ રહી છે. હરભજન સિંહ, મૈથ્યૂ હૈડન અને સંજય માંજરેકર જેવા દિગ્ગજ પૂર્વ ક્રિકેટરોએ આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. કેપ્ટન વિરાટ કોહલીએ સિરીઝ પહેલા જ એ વાતનો ઇશારો કર્યો હતો કે તેઓ પોતાના બેટિંગ ઓર્ડરમાં બદલાવ કરી શકે છે.

મેચમાં કોમેન્ટરી દરમિયાન હરભજન સિંહએ કહ્યું હતું,’તેઓ નંબર 3 પર બેટિંગ કરતા ભારતને ઘણી મેચોમાં જીત અપાવી ચૂક્યા છે. આ બેટિંગ ઓર્ડરને બદલવાની કોઇ જરૂર ન હતી.’ ભારેત ત્રીજી વિકેટ 140 અને ચોથી વિકેટ 156 રન પર ગુમાવી અને તેના પછી મેચની આખી બાજી જ બદલાઇ ગઇ. પૂર્વ ક્રિકેટર અને તાજેતરના પ્રખ્યાત કોમેન્ટેટર સંજય માંજરેકરએ પણ આ નિર્ણયની ખુબ આલોચના કરી છે. તેમણે કહ્યું,’આ યોગ્ય નિર્ણય ન હતો, આથી શ્રેયસ અય્યરને પાંચમા ક્રમે બેટિંગ કરવા ઉતરવું પડ્યુ. તેમણે પોતાને નંબર 4 પર સેટલ થવા માટે સમય લીધો (આ સિરીઝ પહેલા) જો ટીમ ઇન્ડિયા આવું યથાવત રાખે છે તો ટીમ એવી મુશ્કેલીમાં ફસાઇ જશે જેવી પેહલા હતી.’

2019 વર્લ્ડ કપ સુધી ટીમ ઇન્ડિયા નંબર 4ના બેટિંગની સમસ્યા સામે જજુમી રહી હતી. વિરાટે પણ આ મેચની પછી કહ્યું હતું કે, આ નિર્ણય ટીમ માટે યોગ્ય ન રહ્યો અને આગામી મેચ પહેલા આ વિશે ફરીથી વિચારવું પડશે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો. ટીમ ઇન્ડિયા 49.1 ઓવરમાં 255 રન પર ઓલ આઉટ થઇ ગઇ. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 37.4 ઓવરમાં જ વિકેટ ગુમાવ્યા વીના જ લક્ષ્યને હાંસલ કરી શાનદાર વિજય મેળવી લીધો.

આ વીડિયો પણ જુઓ : ભાવનગરના સિહોરમાં પુત્રએ કરી પિતાની હત્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન