Sanjay Raut Attack On BJP For NDA Meeting
  • Home
  • Featured
  • ‘NDA’માંથી નીકાળનાર તુ કોણ’, શિવસેના BJP પર વિફરી- નીતીશકુમારને ફરી ‘NDA’નું લંગોટ પહેરાવતા…

‘NDA’માંથી નીકાળનાર તુ કોણ’, શિવસેના BJP પર વિફરી- નીતીશકુમારને ફરી ‘NDA’નું લંગોટ પહેરાવતા…

 | 9:26 am IST

મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામો બાદ શિવસેના અને ભારતીય જનતા પાર્ટીના સંબંધોમાં ખટાશ વધતી રહી છે. શિવસેનાએ કેન્દ્ર સરકારમાંથી રાજીનામું આપી દીધું. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની બેઠકમાં ભાગ લેવાની ના પાડી દીધી. જ્યારે શિવસેનાને સંસદમાં વિપક્ષની સીટ આપવામાં આવી તો હવે સામના દ્વારા પાર્ટીએ ભાજપ પર નિશાન સાંધ્યું છે અને પૂછયું કે ‘અમને NDAમાંથી નીકાળનાર તુ કોણ?’

સામનાના સંપાદકીયમાં લખ્યું છે, ‘દિલ્હીના ભાજપ નેતાઓએ કયા આધાર પર અને કોની મંજૂરીથી આ જાહેરાત કરી? યાત્રામાં ઉતાવળ અકસ્માતને નિમંત્રણ આપે છે.’ આ પ્રકારની ઉતાવળ આ લોકો માટે ઠીક નથી.

તીખા તેવરોની સાથે લેખમાં લખ્યું છે કે જેને આ જહેરાત કરી છે તેને શિવસેનાના મર્મ અને એનડીએના કર્મ-ધર્મ ખબર નથી. તમારા બધાના જન્મ પર શિવસેનાએ નાસ્તો કર્યો છે. જ્યારે ભાજપની સાથે કોઇ ઉભું રહેવા માંગતું નહોતું, ત્યારે જનસંઘના દીવામાં શિવસેનાએ તેલ નાંખ્યું.

લેખમાં લખ્યું છે કે આજે ‘NDA’નુ પ્રમુખ કે નિમંત્રક કોણ છે તેનો ઉત્તર મળશે શું? શિવસેનાને બહાર નીકાળવાનો નિર્ણય કંઇ બેઠકમાં અને કયા આધાર પર લેવાયો. આ બધો મામલો આટલી હદ સુધી કેમ ગયો? તેના પર ‘NDA’ના સહયોગી દળોની બેઠક બોલાવીને ચર્ચા બાદ નિર્ણય થયો છે શું?

PDPના સાથ પર પણ પૂછયો પ્રશ્ન
શિવસેનાએ નિશાન સાંધતા કહ્યું કે છત્રપતિ શિવરાયના મહારાષ્ટ્ર સાથે લેવાયેલા પંગા તારા તંબૂ અખાડા વગર રહેશે નહીં. ભાજપ પર નિશાન સાંધતા કહ્યું કે કાશ્મીરમાં રાષ્ટ્રદ્રોહી અને પાકિસ્તાનીઓના ગીત ગાનારી મહેબૂબા મુફ્તીની સાથે સત્તા માટે નિકાહ કરનાર ભાજપા એ શું ‘NDA’ની મંજૂરી લીધી હતી?

નીતીશ કુમારની કમર પર ફરીથી ‘NDA’નું લંગોટ પહેરાવતા સમયે તેં શું અમારી મંજૂરી લીધી હતી

શિવસેના એ પૂછયું કે પાકિસ્તાન સમર્થકોને ‘NDA’ની બેઠકમાં સમ્માન આપીને ખુરશી આપતા સમયે શું મંજૂરી લીધી હતી? નરેન્દ્ર મોદીનો વિરોધ કરનાર અને મોદી પર કઠોર ટિપ્પણી કરનાર નીતીશ કુમારની કમર પર ફરીથી ‘NDA’નું લંગોટ પહેરાવતા સમયે તેં શું અમારી મંજૂરી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે સોમવારના રોજ સંસદમાં શિવસેનાની બેઠકની સીટ પણ બદલાય ગઇ છે. રાજ્યસભામાં હવે શિવસેના સત્તા પક્ષ નહીં પરંતુ વિપક્ષની સાથે બેસશે, શિવસેના હવે ગૃહમાં એનસીપીની સાથે બેસશે. આપને જણાવી દઇએ કે લોકસભામાં શિવસેનાના 18 અને રાજ્યસભામાં 3 સાંસદ છે. જો કે હવે વિપક્ષનો હિસ્સો બનશે.

આ વીડિયો પણ જુઓ – Siachen ગ્લેશિયરમાં હિમસ્ખલન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન