Sanjay Raut Spreading Lie About Sushant's Father's Second Marriage
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સુશાંતના પિતા પર મોટો આરોપ લગાવનારા સંજય રાઉતની પોલ ખુલી ગઈ, ફેલાવ્યું હળાહળ જૂઠ

સુશાંતના પિતા પર મોટો આરોપ લગાવનારા સંજય રાઉતની પોલ ખુલી ગઈ, ફેલાવ્યું હળાહળ જૂઠ

 | 8:47 pm IST
  • Share

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને લઇને શિવસેનાના મુખપત્ર ‘સામના’માં પાર્ટીના સાંસદ સંજય રાઉતે લખેલા લેખમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સુશાંતના પિતાએ બીજા લગ્ન કર્યા હતા જેને સુશાંતે સ્વીકાર્યા નહોતા. સુશાંતના પિતાના બે લગ્નવાળી વાતની તપાસ કરવામાં આવી તો આ વાત ખોટી સાબિત થઈ. સુશાંતના મામ આર.સી. સિંહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “સુશાંતના પિતાએ બે લગ્ન નથી કર્યા. સંજય રાઉત ખોટું બોલી રહ્યા છે.”

ઉદ્ધવ ઠાકરેના ઇશારે સંજય રાઉતે આપ્યું ખોટું નિવેદન

સુશાંતના મામા આર.સી. સિંહે કહ્યું કે, “સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેના ઈશારા પર ખોટું નિવેદન આપ્યું છે. સંજય રાઉત આ પ્રકારની વાત કહીને તેમની છબિ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવી વાત બોલીને કોઈની છબિ ખરાબ કરવી શું સારી વાત છે?” તેમણે કહ્યું કે, “બિહારમાં જે રહે છે તે તમામ જાણે છે કે સુશાંતના પિતાએ એક જ લગ્ન કર્યા હતા.” ઉલ્લેખનીય છે કે સંજય રાઉતે સામનામાં પોતાના લેખમાં આરોપ લગાવ્યો કે સુશાંતના પરિવાર મતલબ પિતા પટણામાં રહેતા હતા. તેના પિતા સાથે સારા સંબંધ નહોતા. પિતાએ બીજા લગ્ન કર્યા હતા જેને સુશાંતે સ્વીકાર્યા નહોતા.

કેન્દ્ર સરકાર પર કર્યો પ્રહાર

સંજય રાઉતે લખ્યું કે, પિતા સાથે તેનો ભાવનાત્મક સંબંધ બચ્યો નહોતો. તે પિતાને ભરમાવીને બિહારમાં એફઆઈઆર નોંધવામાં આવી અને મુંબઈમાં બનેલી ઘટનાની તપાસ કરવા માટે બિહારની પોલીસ મુંબઈ આવી. સંજય રાઉતે કહ્યું કે, મુંબઈ પોલીસ પર આરોપ લગાવીને બિહાર સરકારે કેન્દ્રથી સીબીઆઈ તપાસ માંગી. 24 કલાકની અંદર આ માંગ માની પણ લેવામાં આવી. આ રાજ્યની સ્વતંત્રતા પર સીધો હુમલો છે.

સુશાંત પ્રકરણની પટકથા પહેલા જ લખવામાં આવી હતી!

તેમણે લખ્યું કે, સુશાંતનો કેસ જો થોડીક વધારે વાર મુંબઈ પોલીસના હાથમાં રહ્યો હોત તો આકાશ ના તૂટી ગયું હોત, પરંતુ આ રાજકીય રોકાણ અને દબાવની રાજનીતિ છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે સુશાંત પ્રકરણની પટકથા પહેલા જ લખવામાં આવી હતી.

આ વિડીયો પણ જુઓ: બાગાયતી ખેતીના ઉત્પાદનમાં છેલ્લા દાયકાઓમાં રોકેટ ગતિએ વધારો થયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન