Sanjay Raut Support Jaya Bachchan For Bollywood Drug Issue
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જયા Vs કંગનાની જંગમાં વચ્ચે કૂદી પડ્યા સંજય રાઉત, બચ્ચનનો પક્ષ લેતા બોલ્યા કે…

જયા Vs કંગનાની જંગમાં વચ્ચે કૂદી પડ્યા સંજય રાઉત, બચ્ચનનો પક્ષ લેતા બોલ્યા કે…

 | 3:05 pm IST

બોલિવુડના ડ્રગ્સ કનેકશન પર અભિનેતા અને ગોરખપુરથી ભાજપના સાંસદ રવિ કિશનના નિવેદન પર હોબાળો મચવાનું નામ લેતું નથી. એક બાજુ સપા સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચનને કિશન પર નિશાન સાંધ્યું તો શિવસેનાના નેતા સંજય રાઉતે જયાનું સમર્થન કરતાં કહ્યું કે તેમણે કંઇ ખોટું કહ્યું નથી. સાથો સાથ તેમણે પ્રશ્ન ઉઠાવ્યા કે ડ્રગ્સ કનેકશનમાં માત્ર મહારાષ્ટ્રનું જ નામ કેમ લેવામાં આવી રહ્યું છે?

રાઉતે કહ્યું કે જયા એ શું ખોટું કહ્યું. તેમણે આખા દેશની ભવાનાને ગૃહમાં વ્યકત કરી. રાઉતે કહ્યું કે આજે આખી ઇન્ડસ્ટ્રીઝ ચુપ છે, એવો માહોલ બની ગયો છે કે લોકો બોલવાથી થોડાંક ડરે છે. આ પ્રકારનો માહોલ ઇમરજન્સીમાં હતો. અત્યારે પણ લોકો બોલવાથી ખચકાઇ રહ્યા છે. પરંતુ ઇમરજન્સીમાં પણ ઘણા બધા કલાકાર સામે આવ્યા હતા. કિશોર કુમાર જેવા કલાકાર.

રાઉતે કહ્યું કે ડ્રગ્સ તસ્કરીને રોકવી કેન્દ્રની પણ જવાબદારી છે. ડ્રગ્સનો આખો વેપાર રોકવા માટે રાષ્ટ્રીય એજન્સી બની છે. દર વખતે માત્ર મહારાષ્ટ્રનું નામ લેવામાં આવી રહ્યું છે. યુપી, બિહારમાં પણ નેપાળથી આવે છે. તેમણે કહ્યું કે જે પણ બોલે છે તેમનો ડોપિંગ ટેસ્ટ થવો જોઇએ. જેવી રીતે સ્પોર્ટસમાં થાય છે.

આપને જણાવી દઇએ કે આજે સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન એ બોલિવૂડને ડ્રગ્સ સાથે જોડાનારાઓને આડે હાથ લીધા. તેમણે તેને ‘ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને બદનામ કરવાનું ષડયંત્ર’ ગણાવતા નામ લીધે વગર અભિનેત્રી કંગના રનૌત અને રવિ કિશ્ન પર નિશાન સાંધ્યું. ગૃહમાં બોલતા જયાએ કહ્યું કે જે લોકોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી નામ કમાયુ તે તેને ગટર ગણાવી રહ્યા છે. હું તેની સાથે બિલકુલ સહમત નથી. તેમણે કહ્યું કે સરકારે મનોરંજન ઇન્ડસ્ટ્રીઝની સાથે ઉભા રહેવું જોઇએ કારણ કે ઇન્ડસ્ટ્રીઝ દર વખતે સરકારની મદદ માટે આગળ આવે છે.

સપા સાંસદે કહ્યું કે મને લાગે છે કે એ ખૂબ જ અગત્યનું છે કે સરકાર આ ઇન્ડસ્ટ્રીઝનો સાથ આપે, માત્ર એટલા માટે તેની હત્યા ના કરે કારણ કે કેટલાંક લોકો (ખરાબ) છે. તમે આખી ઇન્ડસ્ટ્રીઝની ઇમેજ ખરાબ કરી શકો નહીં. મને ગઇકાલે ખૂબ જ શરમ આવતી હતી જ્યારે લોકસભામાં અમારા એક સભ્ય એ જે ઇન્ડસ્ટ્રીઝમાંથી છે તેમણે જ ઇન્ડસ્ટ્રીઝની વિરૂદ્ધ કહ્યું. આ શરમજનક છે. જે થાળીમાં ખાઓ છો તેમાં જ છેદ કરો છો. ખોટી વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન