Sanjay Raut Targets Devendra Fadnavis Over His Allegations On Shiv Sena
  • Home
  • Assembly Election
  • દેવેન્દ્ર ફડણવીસને જવાબ આપ્યા બાદ શિવસેનાના સંજય રાઉતે આપ્યા મહત્વના સંકેત

દેવેન્દ્ર ફડણવીસને જવાબ આપ્યા બાદ શિવસેનાના સંજય રાઉતે આપ્યા મહત્વના સંકેત

 | 7:29 pm IST

મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા હવે વધારે રસપ્રદ બની ગયો છે. એક બાજુ દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે તો બીજી બાજુ શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત બાદ સંકેત આપ્યા છે કે તેમની પાર્ટી સરકાર બનાવી શકે છે. આ દરમિયાન ફડણવીસે શિવસેના પર આકરા પ્રહાર કર્યા હતાં. જેનો રાઉત્તે જવાબ પણ વાળ્યો હતો.

સંજય રાઉતે દેવેન્દ્ર ફડણવીસને જવાબ આપતા કહ્યું હતું કે, શિવસેનાના કારણે સરકાર રચવાની વાત અટકી નથી. સાથે જ તેમણે 50-50 ફોર્મ્યુલાને લઈને વાતચીત થઈ હોવાનું ફરી એકવાર દોહરાવ્યું હતું.

ફડણવીસ પર વરસી પડ્યા રાઉત

એનસીપી પ્રમુખ શરદ પવાર સાથેની મુલાકાત બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે ફડણવીસને જવાબ આપ્યો હતો. રાઉતે કહ્યું હતું કે, ફડણવીસે રાજીનામું આપ્યું તે કોઈ નવી વાત નથી, આ એક પરંપરા છે. સાથે 50-50ના ફોર્મ્યુલા પર કહ્યું હતું કે, આ મામલે ચૂંટણી પહેલા જ સહમતિ સધાઈ હતી. શિવસેનાના કારણે કોઈ વાતચીત રોકાઈ નથી. ઉલ્લેખનીય છે કે ફડણવીસે કહ્યું હતું કે, શિવસેના સાથે ક્યારેય 50-50ના ફોર્મ્યુલા પર વાતચીત થઈ જ નથી.

નંબર છે તો ભાજપે સરકાર બનાવી લેવી જોઈએ

આ દરમિયાન રાઉતે સ્પષ્ટ કહી દીધું હતું કે, જો ભાજપ પાસે નંબર છે તો તેને સરકાર બનાવી લેવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, ધારાસભ્યોને તોડવાના પ્રયાસ થઈ રહ્યાં છે. જ્યારે અમે આ પ્રકારની રાજનીતિ નથી કરતા. જો મુખ્યમંત્રી કહે છે કે ફરી એકવાર ભાજપના નેતૃત્વમાં જ સરકાર રચાશે તો હું તેમને શુભેચ્છા પાઠવુ છું.

સૌની સાથે ચાલી રહી છે વાતચીત

આ દરમિયાન સંજય રાઉતે એવા પણ સંકેત આપ્યા હતાં કે, શિવસેના સરકાર બનાવી શકે છે. તેમણે કહ્યું હતું કે, હું પણ શિવસેના તરફથી કહેવા માંગુ છું કે અમે પણ સરકાર બનાવી શકીએ છીએ અને શિવસેનાનો સીએમ બની શકે છે. અમારી સૌકોઈ સાથે વાતચીત ચાલી રહી છે, ચિંતા ના કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન