If Uddhav Thackeray Denies To Become CM Than Raut Will Be
  • Home
  • Featured
  • મહારાષ્ટ્રમાં આવ્યું નવું ટ્વિસ્ટ, જો CM પદ માટે ઉદ્ધવ ના થયા રાજી તો આ નેતા સંભાળશે ગાદી

મહારાષ્ટ્રમાં આવ્યું નવું ટ્વિસ્ટ, જો CM પદ માટે ઉદ્ધવ ના થયા રાજી તો આ નેતા સંભાળશે ગાદી

 | 10:47 am IST

મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ ઝડપી બની ગઈ છે. કૉંગ્રેસ, શિવસેના અને એનસીપી ગઠબંધન પર આજે એટલે કે શુક્રવારનાં મહોર લાગી શકે છે, પરંતુ તેના પહેલા એક મોટી જાણકારી સામે આવી રહી છે કે જો મુખ્યમંત્રી પદ માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે નહીં માને તો પાર્ટીનાં સાંસદ સંજય રાઉત આ પદ સંભાળી શકે છે. શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે બાદ સીએમ પદની રેસમાં સંજય રાઉત જ આગળ ચાલી રહ્યા છે.

પવારે ઉદ્ધવ ઠાકરેને સમજાવવાનાં પ્રયત્નો કર્યા 

આ પહેલા ગુરૂવારનાં થયેલી બેઠકમાં એનસીપી પ્રમુખ શરદ પવારે શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેને સમજાવવાનાં પ્રયત્નો કર્યા હતા કે તેમને મુખ્યમંત્રી તરીકે ઉતરવું જોઇએ. બેઠકમાં હાજર રહેલા સાંસદ સંજય રાઉત અને આદિત્ય ઠાકરેએ પણ ઉદ્ધવને સીએમ પદ સંભાળવા માટે કહ્યું. મહારાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલો રાજકીય ડ્રામા હવે ખત્મ થવા પર છે. દિલ્લી બાદ શુક્રવારનાં મુંબઈમાં મુલાકાતોનો ઘટનાક્રમ ચાલુ રહ્યો, જ્યાં શિવસેના, કૉંગ્રેસ અને એનસીપી પરસ્પર બેઠક પણ કરશે.

2 ડેપ્યૂટી CMની માંગણી કરી શકે છે એનસીપી

માનવામાં આવી રહ્યું છે કે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં નવી સરકારનાં ફોર્મ્યુલાની જાહેરાત થશે. એ પણ લગભગ નક્કી છે કે ઉદ્ધવ ઠાકરે જ આગામી મુખ્યમંત્રી હશે. આ ઉપરાંત કહેવામાં આવી રહ્યું છે કે એનસીપી 2 ડેપ્યૂટી સીએમનાં ફોર્મ્યુલા લઇને આવી છે. જો શિવસેના આ વાત માને છે તો સીએમ શિવસેનાનો જ રહેશે તે નક્કી છે.

આ છે પાવર શેરિંગ ફોર્મ્યુલા

સીએમ પોસ્ટ માટે શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેનું નામ આગળ આવ્યું છે. કૉંગ્રેસ અને એનસીપી પણ ઇચ્છે છે કે ઉદ્ધવ જ આ જવાબદારી સંભાળે. તો ડેપ્યૂટી પદનાં સીએમ માટે એનસીપી તરફથી અજીત પવાર અને કૉંગ્રેસ તરફથી બાલાસાહેબ થોરાટનું નામ આગળ ચાલી રહ્યું છે. મંત્રી પરિષદમાં 16-15-12નો ફોર્મ્યુલા સામે આવી રહ્યો છે, એટલે કે શિવસેનાનાં 16 મંત્રી બની શકે છે. એનસીપી 15 અને કૉંગ્રેસનાં ખાતામાં 12 મંત્રી પદ આવી શકે છે.

આ વિડીયો પણ જુઓ: પાલનપુર હાઈવે પર સોનાના વેપારી સાથે લૂંટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન