સંજય રાઉતે કેન્દ્ર સરકાર, રક્ષા મંત્રી પાસે જવાબ માગ્યો - Sandesh
  • Home
  • Mumbai
  • સંજય રાઉતે કેન્દ્ર સરકાર, રક્ષા મંત્રી પાસે જવાબ માગ્યો

સંજય રાઉતે કેન્દ્ર સરકાર, રક્ષા મંત્રી પાસે જવાબ માગ્યો

 | 1:30 am IST

। મુંબઇ   ।

પાકિસ્તાનના લશ્કરી દળના વડા કમર જાવેદ બાજવાએ કાશ્મીર મુદ્દાનો ઉલ્લેખ કર્યા બાદ ભારતમાં વિપક્ષે સરકાર પાસે જવાબ માંગવાનુ શરૂ કર્યુ છે. ભારતીય જનતા પક્ષ સાથે મતભેદ જાહેર કરી ચૂકેલા પક્ષ શિવસેનાએ પણ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખા પ્રહારો કર્યા છે. શિવસેના પક્ષના નેતા સંજય રાઉતે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પાકિસ્તાન સાથે વાતોથી નહીં, પરંતુ ગોળીઓનો જ વ્યવહાર થાય. તેઓ વાતોથી કાયરેય નહીં માને તેમને ગોળીઓની ભાષા જ સમજાય છે.

કેન્દ્ર સરકારને આડે હાથ લેતા રાઉતે જણાવ્યું હતું કે જે રીતે પાકિસ્તાની લશ્કરી સેનાના પ્રમુખે ધમકી આપી છે, પીએમ અને રક્ષા મંત્રીને એ વિશે પૂછવુ જોઇએ. ચૂંટણી પહેલા ભાજપ અને પીએમ મોદીએ જણાવ્યું હતું કે પીઓકે(પાકિસ્તાન ઓકયુપાઇડ કાશ્મીર)ને સત્તાવાર રીતે કાશ્મીરનો ભાગ બનાવાશે. અમે આ વિશે પીએમને પૂછવા માંગીએ છીએ. પાકિસ્તાન સાથે જે રીતે વ્યવહાર થતો હોય તે જ રીતે થવો જોઇએ. તેઓ વાતોના નહીં બલ્કે ગોળીઓના જ હકદાર છે.

કેન્દ્ર સરકાર પર નિશાન તાકતાં રાઉતે જણાવ્યું હતું કે ભાજપ સરકારનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઇ રહયો છે. જયારે તમે મત માંગ્યા હતા ત્યારે જે વાયદાઓ જનતાને કર્યા હતા જેને માટે અમે પણ તમારા સમર્થનમાં તાળીઓ વગાડી હતી. એ તાકાત હવે ઓઝલ થતી જોવા મળી રહી છે. નોંધનીય છે કે બાજવાએ પાકિસ્તાનમાં નવી સરકાર બન્યા બાદ ભારત સાથેના શાંતિપૂર્ણ સંબંધોને જાળવવાની વાત ફગાવતા તેનાથી વિપરીત નિવેદન કર્યુ હતુ.

;