દોઢ મિનીટનુ ''સંજુ''નુ ટ્રેલર એક જ દિવસમાં દોઢ કરોડવાર જોવાયું - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • દોઢ મિનીટનુ ”સંજુ”નુ ટ્રેલર એક જ દિવસમાં દોઢ કરોડવાર જોવાયું

દોઢ મિનીટનુ ”સંજુ”નુ ટ્રેલર એક જ દિવસમાં દોઢ કરોડવાર જોવાયું

 | 10:38 am IST

બોલિવુડ અભિનેતા રણબીર કપૂરની અપકમિંગ ફિલ્મ ”સંજુ”નુ ટીઝર યુટ્યુબ પર ધમાલ મચાવી રહ્યું છે. 18 કલાક પહેલા રિલીઝ થયેલું આ ટીઝર યુટ્યુબ પર પહેલા નંબર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. અત્યાર સુધી તેને દોઢ કરોડ વ્યૂ મળી ચૂક્યા છે. સંજય દત્તની જિંદગી પર આધારિત બાયોપિક ફિલ્મ સંજુમાં રણવીર કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ટીઝરમાં રણવીર આબેહૂબ સંજય દત્તની જેમ લાગી રહ્યો છે અને તેની ફિલ્મોના અલગ અલગ પાત્રોમાં નજર આવી રહ્યો છે. દોઢ મિનીટનું આ ટીઝર જોવામાં બહુ જ રસપ્રદ છે અને તેમાં સંજય દત્તની શરૂઆતની કરિયરથી લઈને જેલની વાપસી સુધીના કિસ્સા બતાવવામાં આવ્યા છે. તેમાં સંજુ બનેલા રણબીર કપૂરનું કહેવું છે કે, મેં ઘડિયાળ અને હથકડી બંને પહેરી છે. 308 યુવતીઓ સાથે ડેટ કર્યું છે. ટીઝર જોઈને ફિલ્મને જોવાનું એક્સાઈટમેન્ટ ડબલ થઈ ગયું છે.

ટીઝરની શરૂઆતમાં જ બતાવવામાં આવ્યું છે કે, સંજય દત્તની જિંદગી સાપસીડીની જેમ છે. ક્યારેક અપ તો ક્યારેક ડાઉ. 22 વર્ષની ઉંમરમાં ડ્રગ્સની ઝપેટમાં આવ્યો. થોડા મહિના બાદ બોડી બનાવીને બધાને ચોંકાવી દીધું. સંજય દત્તની લાઈફ સાથે જોડાયેલી નાની-નાની બાબતોનો ઉલ્લેખ ટીઝરમાં કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ફિલ્મનું ટીઝર ટ્રેન્ડ કરી રહ્યુ છે. સંજુમાં રણવીર કપૂર ઉપરાંત અનુષ્કા શર્મા, દીયા મિર્ઝા, સોનમ કપૂર, મનીષા કોઈરાલા, પરેશ રાવલ અને વિક્કી કૌશલ જેવા સ્ટાર્સનો રોલ પણ દમદાર છે.