Sanya bought an apartment in the Beau View Building on Juhu Versova Link Road
  • Home
  • Entertainment
  • Bollywood
  • મુંબઇ જોયું એ પછી તો હું આ શહેરના પ્રેમમાં જ પડી ગઇ હતી!

મુંબઇ જોયું એ પછી તો હું આ શહેરના પ્રેમમાં જ પડી ગઇ હતી!

 | 4:43 am IST
  • Share

  • સાન્યા મલ્હોત્રા બે કારણસર અત્યારે ખૂબ ચર્ચાઈ રહી છે
  •  મને એકલતા ખૂબ પજવતી હતીહવે નિરાંત અનુભવું છું

 

સાન્યા કહે છે, આ શહેરમાં મને આવકાર મળ્યો, સફ્ળતા મળી, પરંતુ મારી એક જ ફરિયાદ છે. અહીં કોઈ સારી બેલે સ્કૂલ નથી. હું બેલેમાં ખાસ્સી ટ્રેનિંગ લઈ ચૂકી છું. અહીં સગવડ ન હોવાથી મારી પ્રેક્ટિસ છૂટી ગઈ છે. આઈ બેડલી મિસ માય બેલે ડાન્સ!

આખી રાત  રડતી રહી હતી 

દંગલ ફ્લ્મિના પાત્ર માટે મારે બીજું બલિદાન મારા વાળનું આપવું પડયું. મારા વાળ કુદરતી રીતે કર્લી છે અને મારા વાળ ખૂબ લાંબા હતા. એ મને ખૂબ જ ગમતા હતા. મારે બબીતાકુમારી બનવા માટે એ વાળ ખરેખર કપાવી નાંખવા પડયા. એક આખી રાત હું પસ્તાવો કરીને રડતી રહી હતી

સાન્યા મલ્હોત્રા બે કારણસર અત્યારે ખૂબ ચર્ચાઈ રહી છે. એક તો એની ફ્લ્મિ મીનાક્ષી સુંદરેશ્વર માટે અને બીજું એણે રિતિક રોશનના પાડોશમાં પોતાનો ફ્લેટ ખરીદ્યો એ માટે. સાન્યાએ જુહુ વરસોવા લિન્ક રોડ ઉપર આવેલી બૅવ્યૂ બિલ્ડિંગમાં એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. સમીર ભોજવાની પાસેથી આ એપાર્ટમેન્ટ સાન્યાના પિતા સુનીલ કુમાર મલ્હોત્રાએ 14.3 કરોડમાં ખરીદી આપ્યો છે. સાન્યા અત્યાર સુધી દિલ્હી રહેતી અને કામ માટે આવ-જા કરતી રહેતી હતી. આમ તો 2018માં એક બેડરૂમનો એપાર્ટમેન્ટ લીધો હતો અને ત્યાં રહેવા લાગી હતી. હવે આ વિશાળ એપાર્ટમેન્ટમાં તે પોતાનાં માતા-પિતાને બોલાવી શકશે અને નિરાંતે મોકળાશથી રહી શકશે.  

સાન્યાએ આ વિશે વાત કરતાં કહ્યું હતું, હવે હું મારાં મમ્મીને મારા ડેડ પાસેથી છીનવીને મહિનાઓ સુધી મારી પાસે રાખી શકીશ. મને એકલતા ખૂબ પજવતી હતી. હવે નિરાંત અનુભવું છું. સાન્યા પંજાબી પરિવારની દીકરી છે એટલે પરિવારને સતત મિસ કરતી રહે છે.  

સાન્યાનો જન્મ દિલ્હીમાં જ થયો હતો. તેણે અવારનવાર કહ્યું છે કે દિલ્હી કરતાં મુંબઈ સાવ જુદું લાગે છે, પરંતુ ધીમે ધીમે હવે મુંબઈ વધારે ગમતું જાય છે. બાળપણ જ્યાં વીત્યું હોય એ શહેર તો કદી મનમાંથી દૂર થઈ જ ન શકે, પરંતુ એ હવે મધુરી યાદ બનતું જાય છે. 

સાન્યા ફ્લ્મિ અભિનેત્રી બનવા 2013માં મુંબઈ આવી હતી, પરંતુ ફ્લ્મિો ન મળતાં એડ ફ્લ્મિો કરી રહી હતી. ત્રણ વર્ષ તેણે એડ ફ્લ્મિો કરી. એ દરમિયાન તેનો ખર્ચ તેના પરિવારે જ ઉપાડયો હતો. એવામાં મુકેશ છાબરાએ તેને એક સ્પોર્ટ ફ્લ્મિના ઑડિશન માટે બોલાવી. સાન્યા કહે છે, ઓડિશનમાં પહોંચી ત્યાં સુધી ખબર નહોતી કે આ આમિર ખાનને ચમકાવતી ફ્લ્મિ છે. પછી એમણે કહ્યું કે આ ફ્લ્મિમાં સ્પોર્ટ પર્સનાલિટી તરીકે પડદા પર આવવાનું છે એટલે બેલે ડાન્સ આ ફ્લ્મિનું શૂટિંગ પૂર્ણ થાય ત્યાં સુધી બંધ કરવો પડશે. મારે કમને બેલેની પ્રેક્ટિસ બંધ કરવી પડી અને પડદા પર રેસલર દેખાવા માટે તનતોડ મહેનત કરવી પડી. મને કુશ્તીબાજ રેસલર તરીકે ઊઠવા, બેસવા, વાત કરવાનું મેનરિઝમ ક્રિપાશંકર બિશ્નોઈ નામના પહેલવાને શીખવ્યું. એ ખૂબ જ શિસ્તબદ્ધ અને કડક શિક્ષક હતા. જરાય ઢીલ નહોતા ચલાવી લેતા. ફ્લ્મિમાં આમિર ખાન અમારા પિતા તરીકે જેવી કડકાઈ કરે છે એવી જ કડકાઈ ક્રિપાશંકરે મારી સાથે કરી હતી જેથી પડદા પર મને જોઈને કોઈનાય મનમાં શંકા ન રહે કે આ છોકરી પહેલવાન તો લાગતી નથી. સાચું કહું તો એ મહેનત બરાબર ફ્ળી. ફ્લ્મિની વાર્તા મારી આસપાસ નહોતી છતાં બધાનું ધ્યાન મારી ઉપર પડયું.  

મને પછીથી ખબર પડી કે મને જે ઑડિશન માટે બોલાવવામાં આવી હતી એ જ ભૂમિકા માટે 10,000 છોકરીઓનાં ઑડિશન થયાં હતાં. એ બધામાંથી હું સિલેક્ટ થઈ હતી. આ વાત જાણી તો મને મારી જાત ઉપર ખૂબ જ ગર્વ થયો હતો. સાન્યાને બેલે ડાન્સ ખૂબ જ ગમે છે. તે બાળપણથી બેલેની દીવાની છે. પહેલી ફ્લ્મિ દંગલ માટે થઈને બેલેની પ્રેક્ટિસ છોડયા પછી તે આજ સુધી ફ્રી એ નિયમિત રૂપે ચાલુ કરી શકી નથી.  

જોકે સાન્યા નિખાલસ રીતે કબૂલ કરે છે કે એની સામે આ છ વર્ષમાં તેણે ફ્લ્મિ-મેકિંગ વિશે ખાસ્સા પાસાં શીખી લીધાં છે. તેને પ્રિ-પ્રોડક્શન, પોસ્ટ પ્રોડક્શન, બેક ગ્રાઉન્ડ સ્કોર અને વીએફ્એક્સમાં પાકી સમજણ આવી ગઈ છે. 

પોતાના મુંબઈ આગમન વિશે વધુ વાત કરતાં સાન્યા કહે છે, હું તો એક રિયાલિટી શૉ માટે મુંબઈ આવી હતી. શૉનું કામ પૂરું થયા પછી મેં વિચાર્યું કે અહીં આવી છું અને આ શહેર વિશે આટલું બધું સાંંભળ્યું છે તો આજે લાવ શહેરને જોઈ લઉં. એટલે 15 દિવસ માટે મુંબઈ રોકાઈ ગઈ અને જોવાલાયક બધાં સ્થળો નિરાંતે જોયાં. માનશો, એ 15 દિવસમાં મને આ શહેરથી લવ થઈ ગયો. ત્યારે જ નક્કી કરી લીધું કે આ શહેરમાં જ કરિયર બનાવવી છે. 

હજી હમણાંની જ વાત છે. છ વર્ષ પહેલાં આમિર ખાનની ફ્લ્મિ દંગલમાં બબીતાકુમારી ફેગાટની ભૂમિકામાં સાન્યા મલ્હોત્રા પહેલી જ વખત હિન્દી ફ્લ્મિના પડદે જોવા મળી હતી. આ ફ્લ્મિમાં બધી લાઈમલાઈટ ગીતાકુમારી ફેગાટ તરીકે પડદા પર આવતી ફતિમા સના શેખ પર હતી. છતાં નાની બહેન બબીતાકુમારી તરીકે સાન્યા મલ્હોત્રાએ પોતાનો અભિનય ચમકાવી દીધો હતો. છ વર્ષમાં તેની નવ ફ્લ્મિો આવી ચૂકી છે. એમાંથી દંગલ સુપર-ડુપર હિટ હતી. સીક્રેટ સુપરસ્ટાર અણધારી હિટ થઈ ગઈ હતી. પટાખામાં તેણે બધાને ચોંકાવી દીધા હતા અને બધાઈ હો પણ સફ્ળ ફ્લ્મિ હતી. એ પછી ફેટોગ્રાફ્ ધાર્યા પ્રમાણે ચાલી નહોતી, પરંતુ સાન્યાના અભિનયને બધાએ વખાણ્યો. શકુંતલાદેવીમાં વિદ્યા બાલન મુખ્ય હિરોઈન હોવા છતાં એ બધાનું ધ્યાન ખેંચી ગઈ. લુડોમાં કોમેડીમાં પણ કમાલ કરી બતાવ્યો. જોકે એ ફ્લ્મિ પણ ધાર્યા પ્રમાણે સફ્ળ નહોતી થઈ. એવા જ હાલ પગલૈટના પણ થયા. આ ત્રણેય ફ્લ્મિો સારી ન ચાલવા પાછળ કોરોના પણ જવાબદાર ગણાશે. કોરોનાએ ભલભલી ફ્લ્મિોની સફ્ળતા ભસ્મ કરી દીધી છે, પરંતુ અત્યારે આવેલી મીનાક્ષી સુંદરેશ્વર જો હિટ ન થઈ શકે તો એની જવાબદારી માત્ર અને માત્ર ફ્લ્મિના હીરો અભિમન્યુ દાસાનીના માથે જ રહેશે. આ ફ્લ્મિ એકમાત્ર સાન્યાના અભિનયના જોરે પણ હિટ થઈ ગઈ હોત, જો એમાં હીરોને આટલા બધા ફ્ૂટેજ ન આપવામાં આવ્યા હોત. થોડાં વર્ષો પહેલાં હિરોઈનો જે કરતી હતી એ ફ્લ્મિ મીનાક્ષી સુંદરેશ્વરમાં અભિમન્યુ કરે છે. જ્યારે જ્યારે પડદા પર ચહેરો આવે ત્યારે માત્ર ક્યૂટ દેખાવુું! બધા મનોભાવ પડદા પર તાદૃશ કરવાની જવાબદારી જાણે કે માત્ર સાન્યા મલ્હોત્રા જ ઉપાડતી રહે છે!

ફ્રવાનો જબરજસ્ત શોખ છે       

સાન્યા મલ્હોત્રા વાતોડિયણ છે અને ફ્રવાની ખૂબ જ શોખીન છે. એ નિરાંતનો બધો સમય પોતાના મનગમતા લોકો સાથે હરવા ફ્રવામાં જ વીતાવે છે. હરવાફ્રવા માટે તેને કુદરતી સ્થળો વધારે ગમે છે. નિસર્ગમાં બે-ચાર કલાક ડ્રાઈવ કરવાનું થાય કે કલાક ચાલવાનું થાય તો તેને મઝા આવી જાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો