Sanya Malhotra will be paired with Rajkumar for the Hit first time
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • હિટ ધ ફર્સ્ટ કેસમાં રાજકુમાર સાથે પહેલી વાર જોડી જમાવશે સાન્યા મલ્હોત્રા

હિટ ધ ફર્સ્ટ કેસમાં રાજકુમાર સાથે પહેલી વાર જોડી જમાવશે સાન્યા મલ્હોત્રા

 | 9:00 am IST
  • Share

 લાગે છે કે નવપરિણીત રાજકુમાર રાવ સહેજ પણ બ્રેક લેવાના મૂડમાં નથી. એક તરફ તાજેતરમાં જ પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે લગ્ન કર્યાં છે અને બીજી તરફ ફિલ્મનું પ્રમોશન પણ કરી રહ્યો છે. રાજકુમાર રાવ આજકાલ ખૂબ જ બિઝી છે. એટલે જ તે જલદી રજાઓ લેવાના મૂડમાં નથી. હાલમાં જ તેની આગામી ફિલ્મ હિટ ધ ફર્સ્ટ કેસની જાહેરાત થઈ છે. આ ફિલ્મમાં રાજકુમારની સાથે સાન્યા મલ્હોત્રા છે.

હિટ ધ ફર્સ્ટ કેસ તેલુગુ ફિલ્મની રિમેક છે. આ ફિલ્મ એક સસ્પેન્સ થ્રિલર છે. ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને રાજકુમાર રાવ પહેલી વાર સાથે કામ કરી રહ્યાં છે. બંનેને ફિલ્મની વાર્તા ઘણી જ પસંદ આવી છે. ટીસીરિઝે આ ફિલ્મ વિશે જાહેરાત કરી હતી. હિટ ધ ફર્સ્ટ કેસ 2022માં રિલીઝ કરવામાં આવશે. કહેવાય છે કે સાન્યા પહેલાં આ ફિલ્મ માટે કેટરીનાનો સંપર્ક કરવામાં આવ્યો હતો પણ તેની પાસે તારીખો અવેલેબલ ન હોવાથી સાન્યાને સાઇન કરવામાં આવી છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો