સપામાં નેતાજીના વારસાની લડાઈ ચાલી રહી છે : અમિત શાહ - Sandesh
  • Home
  • India
  • સપામાં નેતાજીના વારસાની લડાઈ ચાલી રહી છે : અમિત શાહ

સપામાં નેતાજીના વારસાની લડાઈ ચાલી રહી છે : અમિત શાહ

 | 4:40 am IST

ઝાંસી, તા. ૬

ઉત્તર પ્રદેશમાં સત્તાપરિવર્તનના સંકેતો મળ્યા બાદ ભાજપે રાજ્યમાં જોરદાર પ્રચારઅભિયાન શરૂ કર્યું છે. રવિવારે ઝાંસીમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે સત્તાધારી સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે, સમાજવાદી પાર્ટીમાં નેતાજીનો વારસ નક્કી કરવાની લડાઈ ચાલી રહી છે. અમિત શાહે ઝાંસીમાં જનસભા બાદ પરિવર્તનરથને લીલી ઝંડી બતાવી હતી જે ૨૪ ડિસેમ્બરે લખનઉ પહોંચશે. શાહે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સપામાં હવે મુલાયમસિંહનો વારસ નક્કી કરવાની લડાઈ ચાલી રહી છે. સમાજવાદીઓએ હવે જનતા અંગે વિચારવાનું બંધ કરી દીધું છે. સપાનાં શાસનમાં ઉત્તર પ્રદેશ પછાત બની ગયું છે, હવે અહીં કાકા અને ભત્રીજામાં શક્તિપ્રદર્શન ચાલી રહ્યું છે. સપાએ ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ આપવાને બદલે ખેડૂતોના પૈસા ખાઈ લીધા છે. કેન્દ્રની ભાજપ સરકારની એક પણ યોજનાના લાભ ઉત્તર પ્રદેશની જનતાને મળી રહ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન