Sapna Chaudhary and Khesari Lal Yadav Dancing Video goes Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • ભોજપુરી સ્ટાર સાથે સપના ચૌધરીએ લગાવ્યા ઠુમકા, વાયરલ વીડિયોએ મચાવી ધૂમ

ભોજપુરી સ્ટાર સાથે સપના ચૌધરીએ લગાવ્યા ઠુમકા, વાયરલ વીડિયોએ મચાવી ધૂમ

 | 3:26 pm IST

હાલ હરિયાણવી સિંગર સપના ચૌધરી ભોજપુરી રંગમાં રંગાઈ હોય એમ લાગી રહ્યું છે. સપના ચૌધરી સોશિયલ મીડિયા પર પણ ઘણી પોપ્યુલર છે. તેના ડાન્સ વીડિયો ફેન્સને ઘણા પસંદ આવે છે. જ્યારે તાજેતરમાં સપનાનો વધુ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેઓ ભોજપુરી એક્ટર ખેસારી લાલ યાદવ સાથે ડાન્સ કરતા દેખાઈ રહી છે.

સપના ચૌધરી અને ખેસારી લાલ યાદવ એક ભોજપુરી ગીત ‘ઠીક હૈ’ પર ડાન્સ કરી રહ્યા છે. વીડિયોમાં સપના ઓરેન્જ કલરના ડ્રેસમાં નજરે આવી રહી છે. જ્યારે ખેસારી લાલ યાદવ બ્લૂ શર્ટ અને ડેનિમ સાથે વ્હાઇટ સ્નીકરમાં દેખાઈ રહ્યો છે. વીડિયોમાં આ બન્ને સ્ટાર્સ સાથે સપનાની માતા પણ ડાન્સ કરતા નજરે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સપના ચૌધરી અને ખેસારી લાલ યાદવ વચ્ચે ખૂબજ સારી મિત્રતા છે. તાજેતરમાં આ બન્ને એક્ટર્સ મનોજ તિવારીની પાર્ટીનો પ્રચાર કરવા માટે દિલ્હી આવ્યા હતા. સપના અને ખેસારીએ સાથે કેટલાક સ્ટેજ પર્ફોર્મેન્સ પણ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન