સપના ચૌધરી અને અર્શી ખાનનો 'રશ્ક-એ-કમર' ગીત પરનો ડાંસ વિડીયો વાયરલ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • સપના ચૌધરી અને અર્શી ખાનનો ‘રશ્ક-એ-કમર’ ગીત પરનો ડાંસ વિડીયો વાયરલ

સપના ચૌધરી અને અર્શી ખાનનો ‘રશ્ક-એ-કમર’ ગીત પરનો ડાંસ વિડીયો વાયરલ

 | 5:04 pm IST

હરિયાણાની ડાંસ સેંન્સેશન સપના ચૌધરીનાં ભાઇનાં લગ્નનાં અવસર પર ઘણા બિગ બૉસ કંટેસ્ટંટ પહોંચ્યા હતા. આ લગ્નનાં ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. સપનાનાં ઘરે પહોંચેલી અર્શી ખાને સપના ચૌધરી સાથેનો ડાન્સ કરતો વિડીયો પણ પોસ્ટ કર્યો હતો.

આ વિડીયોમાં અર્શી ખાન અને સપના ચૌધરી રશ્ક-એ-કમર ગીત પર ડાન્સ કરી રહ્યા છે. અર્શી ખાને આ વિડીયોનાં કેપ્શનમાં લખ્યું છે, ‘લવ યૂ સપના ચૌધરી, તારા પરિવાર સાથે એક શાનદાર રાત.’ અર્શી અને સપનાની દોસ્તી અને આ ફન વિડીયોએ તેમના ફેન્સને પણ ચોંકાવી દીધા હતા, કારણ કે બંને વચ્ચે ‘બિગ બોસ’ શૉમાં ઘણી ગરમા-ગરમી પણ જોવા મળી હતી. આ ઉપરાંત બંનેને એક-બીજાનાં દુશ્મન પણ ગણાવવામાં આવ્યા હતા. આ વિડીયોમાં ફેન્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે કે, આખરે આ બંને એકસાથે કઇ રીતે?

 

Ummaaaaahhhhhh love you @itssapnachoudhary lovely night with your family 🤣😃😄

A post shared by Arshi khan (@arshikofficial) on


જો કે સપના ચૌધરીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે બંદગી અને પુનીશ સિવાય બિગ બૉસનાં દરેક કંટેસ્ટેંટને મળીને ખુશ થશે. ઉલ્લેખનીય છે કે સપના ચૌધરીનાં આ ફેમિલી વેડિંગમાં બિગ બૉસ કંટેસ્ટંટ આકાશ ડડલાની અને મેહજબી સિદ્દીકી પણ પહોંચ્યા હતા. અર્શીનાં ડાંસ સિવાય અન્ય વિડીયો પણ પોસ્ટ કરવામાં આવ્યા છે.