BIGBOSSની વિવાદાસ્પદ 3 આઈટમ ગર્લ્સે દુશ્મની ભૂલીને કર્યો સાથે ડાન્સ, Video - Sandesh
  • Home
  • Videos
  • BIGBOSSની વિવાદાસ્પદ 3 આઈટમ ગર્લ્સે દુશ્મની ભૂલીને કર્યો સાથે ડાન્સ, Video

BIGBOSSની વિવાદાસ્પદ 3 આઈટમ ગર્લ્સે દુશ્મની ભૂલીને કર્યો સાથે ડાન્સ, Video

 | 6:26 pm IST

બિગબોસની સીઝન 11માં નજર આવેલી બે કન્ટેસ્ટંટ વચ્ચે ઘરની અંદર ભલે એકબીજા સાથે ઝઘડા થયા હોય, પણ ઘરની બહાર નીકળતા જ બંને બેસ્ટ ફ્રેન્ડ બનેલી નજર આવી હતી. વાત છે હરિયાણવી ડાન્સર સપના ચૌધરી અને મોડલ અર્શી ખાનની. ઘરની બહાર નીકળતા જ હાલ બંને સાથે નજરે આવી હતી. શુક્રવારે અર્શી ખાન અને સપના ચૌધરી, તેમજ ”બિગબોસ”ની પૂર્વ કન્ટેસ્ટંટ રાખી સાવંત બનારસના એક લગ્નમાં પરફોર્મ કરવા પહોંચી હતી. આ લગ્નમાં સપના ચૌધરીએ તેનું ફેમસ સોન્ગ ”તેરી આંખ્યા કા યો કાજલ..” ગીત પર ડાન્સ કર્યો હતો, તો અર્શી ખાને રશ્કે કમર પર ઠુમકા લગાવ્યા હતા.

અર્શીએ જ્યારે ”રશ્કે કમર” પર ડાન્સ કર્યો, તો તેની વચ્ચે તેણે ઈશારો કરીને સપના ચૌધરીને પણ બોલાવી હતી. સ્ટેજ પર સપના અને અર્શીએ સાથે મળીને આ ગીત પર ડાન્સ કર્યો હતો. આ ડાન્સને ખુદ અર્શી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

બનારસના આશાપુરા વિસ્તારના સપાના નેતા ડો.બહાદુર સિંહ યાદવના દીકરાના લગ્ન ગાજીપુરના રામનગીના યાદવની દીકરી સાથે યોજાયા હતા. આ લગ્નમાં અર્શી ખાન, રાખી સાવંત અને સપના ચૌધરીએ પરફોર્મ કર્યું હતું. જોઈ લો તમે ત્રણેયનો વીડિયો.