Sapna Choudhary and Unknown Girl Video goes Viral on Internet
  • Home
  • Videos
  • Featured Videos
  • અજાણી છોકરી સાથે સપના ચૌધરીની દેખાઈ જબરદસ્ત બોન્ડિંગ, જુઓ વાયરલ Video

અજાણી છોકરી સાથે સપના ચૌધરીની દેખાઈ જબરદસ્ત બોન્ડિંગ, જુઓ વાયરલ Video

 | 3:50 pm IST

હરિયાણવી ડાન્સર અને અભિનેત્રી સપના ચૌધરી સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે. સતત તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયા છે. તાજેતરમાં સપના ચૌધરીના એક ફેને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં સપના એક છોકરી સાથે દેખાઈ રહી છે અને એક ગીત પર પર્ફોર્મ કરતા નજરે આવી રહી છે. સપનાના આ વીડિયોને ફેન્સ ઘણો પસંદ કરી રહ્યા છે.

આ વાયરલ વીડિયોમાં સપના ચૌધરી એક છોકરી સાથે ફિલ્મ ‘લુક્કા છુપ્પી’ના એક સોંગ ‘બુલાવે તુઝે યાર આજ મેરી ગલિયાં’ પર પર્ફોર્મ કરી રહી છે. જોકે આ છોકરી કોણ છે તે વિશે હાલ કોઈ માહિતી નથી. પરંતુ વીડિયોમાં સપના ચૌધરી અને આ અજાણી છોકરી વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ દેખાઈ રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ પહેલા પણ સપનાનો એક વીડિયો ભોજપુરી એક્ટર ખેસારી લાલ યાદવ સાથે વાયરલ થયો હતો જેમાં બન્ને એક્ટર જબરદસ્ત ડાન્સ કરતા દેખાઈ રહ્યા હતા. આ વીડિયો પણ ફેન્સને ઘણો પસંદ આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન