dance video viral sapna choudhary on you tube and social media
  • Home
  • Featured
  • એક નાનકડી છોકરીએ સપના ચૌધરીને આપી ટક્કર, 10 કરોડથી વધારે વાર જોવાયો આ વીડિયો

એક નાનકડી છોકરીએ સપના ચૌધરીને આપી ટક્કર, 10 કરોડથી વધારે વાર જોવાયો આ વીડિયો

 | 1:17 pm IST

જાણીતી હરિયાણાની સિંગર સપના ચૌધરીએ પોતાના ધમાકેદાર ડાંસથી દર્શકોને મંત્રમુગ્ધ કરે છે. સપના ચૌધરી આ રીતે ખુબજ લોકપ્રિય છે. સપના સ્ટેજ પર પહોંચીને જાણેકે સ્ટેજ પર આગ લગાવી દે છે. સપના ચૌધરીના ડાંસ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ ધુમ મચાવે છે. સપના ચૌધરી હરિયાણા, પંજાબ, બોલીવુડ તેમજ ભોજપુરી ગીતો પર જ્યારે કમર હલાવે છે તેના પ્રશંસકોના મોમાંથી આહ નીકળી જાય છે. તેની એક એક મૂવ પર લોકો પૈસા ઉડાડે છે. થોડા સમય પહેલા એક એવી ઘટના થઈ જેને જોતા ખુદ સપના ચૌધરી હેરાન પરેશાન થઈ હતી.

સપના ચૌધરી સ્ટેજ પર ડાંસ કરી રહી હતી ત્યારે એક નાનકડી છોકરીએ આવી તેની સાથે ડાંસ કરવા લાગી. આ બાળકીએ એવો ડાંસ કર્યો કે સપના ચૌધરી પણ બોલી ઉઠી કે અરે વાહ. સપના ચૌધરી પોતાનું ખુબજ લોકપ્રિય સોંગ તૂ ઈગ્લીંશ મીડિયમ પઢી હુઈ પર ઠુમકે લગા રહી થી. આ વીડિયો હાલ યૂટ્યુબ પર વાયરલ થઈ રહ્યો છે. આ સોગે રેકોર્ડ સ્થાપિત કરી લીધો છે. આ સોંગને 10 કરોડથી વધારે વાર જોવામાં આવ્યુ છે.

સપના ચૌધરીનો આ વીડિયો યૂટ્યુબ પર TOP TRENDમાં છે. તેનું સોંગ તેરી અખિયા કા યો કાજલને ટક્કર આપી રહી છે. વીડિયોમાં સપના ચૌધરી ગોલ્ડન કલરના સૂટમા નજરે આવી રહી છે. નાનકડી છોકરી પિંક કલરના આઉટફીટમાં નજરે આવી રહી છે.

સપના ચૌધરી આ બાળકી સાથે ડાંસ પરફોર્મસ લોકોને ખુબજ પસંદ આવી રહ્યો છે. હાલતો લોકો આ સોંગને ખૂબજ એન્જોય કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન