Sapna Choudhary Dancing on Haryanvi Song Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • Video….સપના ચૌધરીએ ફરી ડાન્સથી ચલાવી ‘ગોળી’, લગાવ્યા જોરદાર ઠુમકા

Video….સપના ચૌધરીએ ફરી ડાન્સથી ચલાવી ‘ગોળી’, લગાવ્યા જોરદાર ઠુમકા

 | 12:22 pm IST

હરિયાણવી ડાન્સર સપના ચૌધરી તેના શાનદાર ડાન્સના કારણે જાણીતી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા સપનાના ડાન્સ વીડિયો જબરદસ્ત ધૂમ મચાવે છે. સપના ચૌધરીનો ડાન્સ હવે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખૂબજ પોપ્યુલર છે. સપનાની લોકપ્રિયતા દિવસે-દિવસે વધી રહી છે. તેઓ હવે મોટા ઇવેન્ટ્સમાં પણ દેખાવા લાગી છે. જ્યારે હવે એવા જ એક મોટા ઇવેન્ટનો સપના ચૌધરીએ વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યો છે.

આ વીડિયોમાં તેઓ પિંક કલરના ડ્રેસમાં ડાન્સ કરતા દેખાઈ રહી છે. વીડિયોને સપના ચૌધરીએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જે તેના ફેન્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વીડિયો દેહરાદુનના એક ઇવેન્ટનો છે જ્યાં સપના ચૌધરીએ પર્ફોર્મ કર્યું હતું. તેઓ હરિયાણવી સોંગ ‘ગોલી ચલ જાવેગી’ પર જોરદાર ઠુમકા લગાવતા દેખાઈ રહી છે. જ્યારે સપનાનો ડાન્સ જોઈ ત્યાં હાજર પબ્લિકનો જોશ પણ ગજબનો હતો. સપનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત ધમાલ મચાવી રહ્યો છે. આ વીડિયોને લખાય ત્યાં સુધી દોઢ લાખથી વધુ લોકોએ જોયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન