glamorous photos makeover sapna choudhary western look viral
  • Home
  • Featured
  • Photos: સપના ચૌધરી ફરી એક વાર સોશિયલ મીડિયા પર મચાવી રહી છે ધૂમ

Photos: સપના ચૌધરી ફરી એક વાર સોશિયલ મીડિયા પર મચાવી રહી છે ધૂમ

 | 11:16 am IST

બિગ બોસ 11માં ભાગ લીધા બાદ લાઈમલાઈટમાં આવેલી સપના ચૌધરીએ ખુબજ ઓછા સમયમાં સફળતાની સીડિઓ સડસડાટ ચડવામાં સફળતા મેળવી છે. સપના ચૌધરી કોઈને કોઈ ઇવેન્ટમાં મ્યૂઝિક આલ્બમમાં કે ફિલ્મોમાં નજરે ચડે છે તેનો જાદૂ એવો છે કે પ્રશંસકો તેને ખુબજ પ્યાર કરી રહ્યા છે.

સપના ચૌધરીને એટલી સફળતા મળી છે કે તે બોલીવુડમાં પણ ડેબ્યુ કરી ચુકી છે. સફળતાને માણી રહેલી સપના તેના મેકઓવરને લઇને ભારે ચર્ચામાં છે. હરિયાણાની લોકગાયિકા તરીકે પ્રસિદ્ધિ મેળવતી વખતે સપના પહેલા સલવાર શૂટમાં જ દેખાતી હતી. ધીરે ધીરે સપનાએ પોતાની જાત સાથે એક્સપિરીમેન્ટ કરીને પોતાની આધુનિક ઢાંચામાં ઢાળી રહી છે. સપનાનો મેક ઓવર અને ફેશન સેંસ ખુબજ પ્રશંસાને પાત્ર છે. વેસ્ટર્ન આઉટ ફીટમાં સપના ખુબજ સુંદર અને મનમોહક લાગી રહી છે.

પહેલા ફક્ત સલવાર શૂટમાં દેખાતી સપના ચૌધરી હવે વધારે પ્રમાણમાં વેસ્ટર્ન કપડાઓથી સજ્જ જોવા મળે છે. તેના લુક્સમાં મોટા પ્રમાણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. સપના ચૌધરીનો વોર્ડરોબ પણ બદલાઇ ગયો છે. સપના પહેલા કરતા વધારે સ્લિમ અને ખુબસુરત થઈ ગઈ છે.

સપના હવે મોર્ડન થઈ ગઈ છે. તેના ફોટા શૂટની તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. સપના પોતાના બિન્દાસ એટિટ્યુડના કારણે જણીતી છે. બિગબોસમાં તેનો આ ખાસ અંદાજ જોવા મળ્યો હતો.

વધી રહેલા સ્ટાર સ્ટેટસની સાથે સાથે સપનાએ પોતાની ઇમેજને બદલી છે. તેની લોકપ્રિયતા હવે માત્ર યૂપી-બિહાર-હરિયાણાથી પણ ખુબજ આગળ વધી ગઈ છે. સપના ચૌધરીના ડાંસ વીડિયો ટ્રેંડમાં રહે છે. તેના દરેક સોંગ સુપરહિટ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન