Sapna Choudhary Gym Fitness Video goes Viral on Internet
  • Home
  • Videos
  • Featured Videos
  • …તો આ છે સપના ચૌધરીની ફિટનેસ અને સૌંદર્યનું રહસ્ય, જુઓ વાયરલ Video

…તો આ છે સપના ચૌધરીની ફિટનેસ અને સૌંદર્યનું રહસ્ય, જુઓ વાયરલ Video

 | 12:23 pm IST

હરિયાણવી ડાન્સર અને એક્ટ્રેસ સપના ચૌધરી સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે. તેની ફેન ફોલોવિંગ પણ જબરદસ્ત છે. સપના ચૌધરી સતત તેના ડાન્સ અને એક્ટના વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરે છે. જે ફેન્સ વચ્ચે ઘણા ધમાલ મચાવે છે. જોકે સપના તેના ડાન્સ સાથે ફિટનેસ માટે પણ ગંભીર છે. જ્યારે સપના ઇન્ડસ્ટ્રીમાં આવી હતી ત્યારે તેનું વજન ઘણું વધારે હતું.

તમને જણાવી દઈએ કે જ્યારે સપના ચૌધરી સલમાન ખાનના શો ‘બિગ બોસ’માં એક સ્પર્ધક તરીકે એન્ટ્રી કરી હતી ત્યારે તેનું વજન વધારે હતું. પરંતુ હવે તઓ એકદમ બદલાઈ ગઈ છે. સપના, વજન ઓછું કરવાની સાથે તેના ગ્રૂમિંગ પર પણ ઘણું સારું કામ કરી છે. સપનાનો એક વર્કઆઉટ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ટ્રેનિંગ લેતા દેખાઈ રહી છે. રિપોર્ટ મુજબ સપના રોજ 1 કલાક જીમમાં પર્સનલ ટ્રેનિંગ લે છે. ઉપરાંત સપના કાર્ડિયો પર પણ ઘણું ધ્યાન આપે છે. આ સાથે સપના તેના ડાઇટ પ્લાનને પણ ગંભીર રીતે ફોલો કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન