sapna-choudhary look in saree users asked is she pregnant
  • Home
  • Entertainment
  • Bollywood
  • સપના ચૌધરીએ પોસ્ટ કર્યો નવો ફોટો, લોકોએ કહ્યું ‘દેશી ઘી ખાય છે કે પછી..!!!

સપના ચૌધરીએ પોસ્ટ કર્યો નવો ફોટો, લોકોએ કહ્યું ‘દેશી ઘી ખાય છે કે પછી..!!!

 | 5:54 pm IST

હરિયાણી ડાન્સર સપના ચૌધરી થોડા સમય પહેલા ચૂંટણીના માહોલમાં ભાજપનો પ્રચાર કરતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર પણ તે વધારે પડતી એક્ટિવ રહેતી જોવા મળે છે. હાલમાં તો ફરી એકવાર તે ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી છે. પરંતુ આ વખતે લોકોએ વખાણ તો કર્યા પણ સાથે સાથે ટ્રોલ થવાનો વારો આવ્યો છે. સપનાં ચૌધરીએ ગોલ્ડન બ્લેક કલરની સાડી પહેરી છે અને મેકઅપ ધરાવતી આ તસવીરમાં સપના સુંદર લાગી રહી છે.

એક શખ્સે સપનાના આ ફોટો પર કોમેન્ટ કરી કે, તું પ્રેગ્નેન્ટ છે. તો અન્ય એકે લખ્યું કે, દેશી ઘી ખાય છે કે શું. તો વળી એકે લખ્યું કે તારી ડિક્શનરીમાં સ્લીમ જેવો શબ્દ નથી!. એક અન્ય યુઝરે લખ્યું છે કે, પેટ મોટુ દેખાઈ રહ્યું છે. તો એને સાથ આપવા એક બીજાએ લખ્યું કે, પેટ મોટુ થઈ ગયું છે પહેલા એને ઠીક કર અને ફીટ બન.

બિગ બોસ સિઝન 11 પછી સપના ચૌધરી ફેમસ થઈ હતી. ત્યારબાદ તે એક ડાન્સરની સાથે સાથે એક મોડલ પણ બની ગઈ. એટલું જ નહીં સપનાએ હવે તો મ્યુઝિકલ આલબમ પણ કર્યો છે અને યુટ્યુબ પર એનાં ગીત પણ ધુમ મચાવી રહ્યાં છે. સપના પોતાના ફોટોશુટ સમયે સમયે શેર કરતી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન