Photo Gallery sapna choudhary spend time with cows share pics
  • Home
  • Featured
  • Photos: સપના ચૌધરીનો દેશી અવતાર, નવી તસવીરોમાં જોવા મળી ગાય સાથે

Photos: સપના ચૌધરીનો દેશી અવતાર, નવી તસવીરોમાં જોવા મળી ગાય સાથે

 | 10:53 am IST

હરિયાણાની લોકગાયિકા સપના ચૌધરી આજે જાણીતુ નામ છે. પોતાનાં ડાન્સ અને ગીતોના કારણે પ્રશંસકોના દિલ પર રાજ કરતી સપના ચૌધરી હાલ તેના ગ્લેમર લુકના કારણે ખુબજ ચર્ચામાં છે. બિગ બોસ બાદ સપના ચૌધરી ખુબજ લોકપ્રિય થઈ ચુકી છે. તેનો લુક સંપૂર્ણ પણે બદલાઈ ચુક્યો છે. સપનાએ ભલે મોર્ડન લુક અપનાવી લીધો હોય પણ દીલથી આજે પણ તે દેશી છે.

સપનાની કેટલીક તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહી છે. સપના ચૌધરીએ ઇંસ્ટાગ્રામ પર પોતાના ફોટાઓ શેર કર્યા છે. આ તસવીરોમાં સપનાનો દેશી અંદાજ જોવા મળી રહ્યો છે. તે ગાય સાથે ટાઈમ વિતાવતી નજરે ચડે છે.

સપનાએ સિમ્પલ લુક કેરી કર્યો છે. પીન્ક ટી શર્ટ અને વ્હાઈટ ટ્રાઉઝરને ટીમઅપ કર્યો હતો. તેણે સ્પોર્ટસ શુઝ પેર કર્યા હતા. હાઈ પોની અને કાળા ચશ્મામાં સપના આકર્ષક લાગતી હતી.

આપને જણાવી દઈએ કે ગુરૂવારે પ્રખ્યાત પંજાબી સિંગર દલેર મહેંદી અને સપના ચૌધરીનો મ્યુઝિક વીડિયો બાવલી ટરેડ રિલીઝ થયો. આ સોંગમાં સપના મોર્ડન લુકમાં જોવા મળી હતી. સોંગની પહેલી લાઈન પંજાબી ભાષામાં છે. ત્યારબાદ આખુ સોંગ હરિયાણવી ભાષામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન