હરિયાણાની સ્ટાર સપના ચૌધરી બની ડાન્સ ટીચર, લગાવ્યા જોરદાર ઠુમકા Video - Sandesh
  • Home
  • Entertainment
  • હરિયાણાની સ્ટાર સપના ચૌધરી બની ડાન્સ ટીચર, લગાવ્યા જોરદાર ઠુમકા Video

હરિયાણાની સ્ટાર સપના ચૌધરી બની ડાન્સ ટીચર, લગાવ્યા જોરદાર ઠુમકા Video

 | 2:37 pm IST

હરિયાણાની સ્ટાર ડાન્સર સપના ચોધરી હવે ડાન્સ ટીચર બની ગઈ છે. તેમણે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તેઓ સુપરહિટ સોન્ગ ‘તેરી આંખ્યા ક યુપ કાજલ’ પર ડાન્સ સ્ટેપ્સ કરતા શીખવાડી રહી છે.

સપનાના આ વિડીયોને 1 દિવસમાં 1,80,062 વ્યૂઝ મળ્યા છે. આમતો ફેન્સે સપનાને ઘણી વાર ‘તેરી આંખ્યા ક યો કાજલ’ સોન્ગ પર નાચતા જોયા જ છે. પરંતુ સપનાના શાનદાર ડાન્સ મૂવ્સ ફેન્સ ક્યારેય પણ મિસ નહીં કરી શકે. બિગ બોસમાં આવ્યા પછી તેની ફેન ફોલોઈંગમાં ખૂબ વધારો થયો છે.

સપના ચૌધરી શુક્રવારે કોંગ્રેસ મુખ્યાલયમાં પહોંચી હતી. સપનાએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું- “મને સોનિયાજી, રાહુલજી અને પ્રિયંકાજી ખૂબ પસંદ છે. હું પ્રિયંકા અને રાહુલ ગાંધીને મળવા આવી હત પરંતુ મળી શકી નથી. હું આવનારા સમયમાં તેમને જરૂર મળીશ.”

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે કોંગ્રેસ સાથે જોડાવવા ઈચ્છો છો તો તેમણે કહ્યું- “હું રાજનીતિમાં નથી આવવા માંગતી.” એવા સમાચાર આવી રહ્યા છે કે આવનારા સમયમાં સપના પાર્ટી માટે પ્રચાર કરશે.