સપ્તપદી અને સપ્ત આદર્શ - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.9300 +0.11
1.6M
1M
1.7M
APPS

સપ્તપદી અને સપ્ત આદર્શ

 | 1:30 am IST

સપ્તપદીના સંસ્કારનું લગ્નમાં વિશેષ મહત્ત્વ છે. સપ્તપદી એટલે સાત પગલાં. પતિ-પત્નીના જીવનભરના સાથમાં આ સાત પગલાં સાત આદર્શો સમજાવે છે. પતિ કહે છે

૧. મારા ઘરની અન્નપૂર્ણા થા.

૨. ઘરમાં બધાને સમર્થ બનાવ.

૩. સંપત્તિ વધારનારી થા.

૪. આપણા ઘરને ઉલ્લાસમય બનાવ.

૫. તારાથી ઘરનું પશુધન સુરક્ષિત બનો.

૬. બધી ઋતુમાં પ્રસન્ન દાંપત્ય રહો.

૭. તું મારી સુહૃદ, સમર્થક, સંરક્ષક, સંવર્ધન બન.

પતિ પોતાના આદર્શો કહે છે ત્યારે પત્ની પણ પોતાના સાતે આદર્શો વર્ણવે છે.

૧. હે નાથ! તમે મારા પુણ્યના ફળરૂપે તથા પ્રભુકૃપાથી મને પતિરૂપે મળ્યા છો.

૨. હું તમારા કુટુંબનું પાલનપોષણ કરી જે મળશે એનાથી સંતોષ પામીશ.

૩. અન્નપૂર્ણા બનીને આપને સંતુષ્ટ કરીશ. આપની આજ્ઞાાનું પાલન કરીશ.

૪. મન, વચન, કર્મથી તમારી સાથે રહી ક્રીડા કરીશ તથા શૃંગારિક વસ્ત્રાભૂષણ ધારણ કરીને આનંદ પામીશ.

૫. સુખદુઃખની ભાગીદાર બનીશ. માત્ર તમારી બનીને રહીશ.

૬. તમારા ઘરમાં બધાં કાર્યો સુખપૂર્વક કરીશ. સાસુ-સસરાની સેવા કરીશ. બધા સાથે સદ્વર્તન કરીશ. આપણે નિખાલસ બનીને રહીશું.

૭. ધર્મ, અર્થ, કામની પ્રવૃત્તિમાં તમને પૂરા મનથી અનુસરીશ. હું તમને મારા પતિ ગણું છું અને મારું શરીર તમને સમર્પિત કરું છું.

આમ, લગ્ન એ માત્ર ભોગ ભોગવવાનું સાધન નથી. એ આના પરથી ફલિત થાય છે. વિચારો, નિશ્ચયોની એકરૂપતા, હૃદયની સમાનતા, વર્તણૂકમાં શ્રેષ્ઠતા, વર્તનમાં સામંજસ્યતા- આટલું સાધવા માટે છે. સપ્તપદી લગ્નજીવન ઉત્કૃષ્ટ તો જ બની શકે.