Saputara Road Accident Video Viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સાપુતારામાં વિચિત્ર અકસ્માત, મહિલા અને બાળક ચાલુ કારમાંથી કૂદી પડ્યા

સાપુતારામાં વિચિત્ર અકસ્માત, મહિલા અને બાળક ચાલુ કારમાંથી કૂદી પડ્યા

 | 5:33 pm IST
  • Share

  • ટેબલ પોઈન્ટ પર પ્રવાસીઓની કારનો અકસ્માત
  • મહિલા અને બાળકનો અદ્દભૂત બચાવ
  • વિચિત્ર અકસ્માતનો વીડિયો વાયરલ

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારામાં હાલના દિવસોમાં પ્રવાસીઓની ભીડ ઉમટી રહી છે, ત્યારે અહીંના જોખમી રસ્તા પર એક વિચિત્ર અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, જીવ બચાવવા માટે મહિલા બાળક સાથે ચાલુ કારમાં કૂદી પડી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજ્યના પ્રખ્યાત હિલ સ્ટેશન ગણાતા સાપુતારા ખાતે ટેબલ પોઈન્ટ પર પ્રવાસીઓની કાર ઘાટ ચડી ના શકવાના કારણે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ઉપર ચડવાની જગ્યાએ અચાનક રિવર્સમાં જવા લાગી હતી. જ્યાં તે પાછળથી આવી રહેલી કાર સાથે ધડાકાભેર ટકરાઈ હતી. જો કે કારમાં સવાર મહિલા અને બાળક પોતાનો જીવ બચાવવા માટે ચાલુ કારમાંથી નીચે કૂદી પડ્યા હતા. સદ્દનસીબે તે દરમિયાન પાછળ નજીકમાં કોઈ વાહનના હોવાના કારણે તેમનો અદ્દભૂત બચાવ થયો હતો. 

જો કે આ વિચિત્ર અકસ્માતનો વીડિયો અન્ય એક કાર ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. એવું કહેવાઈ રહ્યું છે કે, અકસ્માતનો આ વીડિયો બે-ત્રણ દિવસ પહેલા નો છે, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ અને સદ્દનસીબે કાર થોડે દૂર જઈને અટકી જતાં મોટી હોનારત ટળી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો