ફૉટોગ્રાફર પર જોરદાર ગુસ્સે થઈ સારા અલી ખાન, માગવી પડી માફી
સોશિયલ મીડિયા પર સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનનો એક વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં સારા એક વાર ફરી એક ફૉટોગ્રાફર પર ગુસ્સો કરતી જોવા મળી રહી છે. સારા અલી ખાન અંધેરીમાં પોતાના ડાન્સ ક્લાસ પછી ગેટની બહાર ફોન પર કોઇક સાથે વાતો કરી રહી હતી. તે પોતાની કારની રાહ જોઇ રહી હતી ત્યારે ફૉટોગ્રાફરે ફૉટો ક્લિક કરવાનું શરૂ કરી દીધું હતુ.
આ દરમિયાન સારા ત્યાંથી ઉઠી અને ફૉટોગ્રાફર પાસે જઇને ગુસ્સો કરતી જોવા મળી હતી. સારાને ગુસ્સે જોઇને ફૉટોગ્રાફરે તેની માફી માંગવાનું શરૂ કર્યું અને ત્યારબાદ સારા ત્યાંથી નીકળીને પોતાની કારમાં બેસી ગઈ હતી. ત્યારબાદ સારાને લાગ્યું કે તેણે ખોટુ વર્તન કર્યું છે તો તેણે સૉરી પણ બોલ્યું હતુ.
આ પણ વાંચો: Photos: જીમ કર્યા બાદ સારા અલી ખાન જોવા મળી ગજબ અંદાજમાં, જોઇ લો ફૉટો
આ પણ વાંચો: Photos: રિયલ લાઇફમાં આવી લાગે છે સારા અલી ખાન, ગ્લેમરથી રહે છે દૂર
આ પહેલા સારા મુંબઈનાં શની દેવ મંદિર બહાર કેમેરામેનને ફૉટો લેવા પર ફટકાર લગાવી ચુકી છે. સોશિયલ મીડિયા પર સારાનો આ વિડીયો પણ વાયરલ થયો હતો. સારા અલી ખાન અત્યારે પોતાની આગામી ફિલ્મ ‘સિંબા’નું શૂટિંગ કરી રહી છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સારા સરોજ ખાન પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી છે. અત્યારે સારા પાસે 2 ફિલ્મો છે. ફિલ્મ ‘સિંબા’ બાદ 30 નવેમ્બરનાં રોજ તેની ‘કેદારનાથ’ ફિલ્મ રીલીઝ થશે.
આ પણ જુઓ: સારા અલી ખાન અને સુશાંત સિંહની wrap up પાર્ટી, જુઓ Video