sara ali khan bridal look in pink lehenga at fashion tour in Delhi
  • Home
  • Featured
  • Photos: દુલ્હન બની સ્ટેજ પર સારા અલી ખાને કરી જમાવટ, જોનારાના ઉડી ગયા હોશ

Photos: દુલ્હન બની સ્ટેજ પર સારા અલી ખાને કરી જમાવટ, જોનારાના ઉડી ગયા હોશ

 | 4:31 pm IST

સારા અલી ખાન તેના લુક્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. વેસ્ટર્ન આઉટફીટ હોય કે ટ્રેડિશનલ લુક, સારા દરેક કપડામાં એકદમ પરફેક્ટ લાગે ચે. હાલમાંજ તેણે દિલ્હીમાં આયોજીત એક ફેશન શોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે બ્રાઈડલ લુક જોવા મળ્યો હતો.

સારાએ ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલાનો એથનિક કલેક્શન શોકેસ કર્યો હતો. આ ફેશન શોમાં તે શો સ્ટોપર હતી. રાજસ્થાની પ્રિન્ટ અને બ્રાઈડ પિન્ક કલરના હેવી લહેંગામાં સારા ખુબજ આકર્ષક લાગતી હતી. ડિઝાઇનરનું આ સ્પ્રિંગ કલેક્શન છે.

ગોલ્ડન એન્ડ સિલ્વર વર્ક વાળા પિન્ક લહેંગામાં સારાએ જ્વેલરીનો ઉપયોગ કર્યો નથી. તેના આ લુકને કાજલ અને મેકઅપથી કમ્પ્લીટ કર્યો છે. બ્રાઈડલ મેકઅપમાં સારા ખુબજ સુંદર લાગતી હતી સાથે સાથે બીજા ડ્રેસમાં સારાએ ડીપ બ્રાઉન હેવી લહેંગા સાથે પ્લેન બ્રાઉન બટરફ્લાઇ ડિઝાઇનનું સ્ટાઇલિશ બ્લાઉઝ પહેર્યુ હતુ.

આ ડ્રેસની સાથે સારાએ હેવી જ્વૈલરી કેરી કરી હતી. 14 ફેબ્રુઆરીએ સારા અલી ખાનનું મૂવી લવ આજ કલ રિલીઝ થયુ છે. ફિલ્મના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી છે. જો કે ક્રિટિક્સ અને ઓડિયન્સે ફિલ્મને નેગેટિવ રિસ્પોન્સ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન