bike ride with kartik aaryan enjoys sara ali khan on the sets of love aajkal 2
  • Home
  • Featured
  • પોતાના કહેવાતા બોયફ્રેડ સાથે હેલમેટ વગર ફરવા નીકળી સારા, થઈ ટ્રોલ: Video

પોતાના કહેવાતા બોયફ્રેડ સાથે હેલમેટ વગર ફરવા નીકળી સારા, થઈ ટ્રોલ: Video

 | 3:36 pm IST

કાર્તિક આર્યન સાથે સારા અલી ખાનને બાઈક પર ફરતી જોવા મળી હતી. પોતાની આગામી ફિલ્મ લવ આજકલ 2ના કારણે આ જોડી હાલ ખુબજ ચર્ચામાં છે. ઈમ્તિયાઝ અલીની ફિલ્મનું શૂટિંગ આજકાલ દિલ્હીમાં ચાલી રહ્યુ છે. શૂટ દરમિયાન કાર્તિક અને સારાનો એક વીડિયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં બંને બાઈક રાઈડ કરતા નજરે ચડી રહ્યા છે. આ વીડિયોને કેટલીક ફેન ક્લબોએ શેર કર્યો છે. જો કે સારાએ હેલમેટ ન પહેરતા કેટલાક પ્રશંસકોએ તેની ઝાટકણી કાઢતા કહ્યુ કે હેલમેટ પહેરવી જોઈએ.

એક ઇંટરવ્યુમાં સારાએ કહ્યુ હતુ કે તે ટ્રોલર્સને ગંભીરતાથી લેતી નથી. તેણે પોતાની ટીકાને લઈને કહ્યુ હતુ કે સોશિયલ મીડિયાએ લોકોને એક એવુ પ્લેટફોર્મ આપ્યુ છે જ્યાં સૌ કોઈ પોતાનું મંતવ્ય આપી શકે છે. હું બધાને સાંભળુ છુ પણ એ જ કરૂ છુ જે મને પસંદ છે.

ઈમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજકલમાં સારાના પિતા સૈફ અલી ખાને મુખ્ય રોલ નિભાવ્યો હતો. હવે આ ફિલ્મની સિક્વંસમાં સારા અલી ખાન મુખ્ય રોલ નીભાવી રહી છે. દર્શકોને આ ફિલ્મ કેટલી પસંદ પડશે તે તો આવનારો સમય જ બતાવશે.

ફિલ્મ લવ આજકલ 2માં સારા અલી ખાનની સાથે કાર્તિકની જોડી પહેલી વાર સ્ક્રીન શેર કરી રહ્યા છે. આ ફિલ્મ હાલતો સતત ચર્ચામાં રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન