Sara Ali Khan Fitness Gym video goes Viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • લાખો દિલો પર રાજ કરતી સારા અલી ખાનનો આ Video તમને પણ ફિટ રહેવા કરશે મજબૂર

લાખો દિલો પર રાજ કરતી સારા અલી ખાનનો આ Video તમને પણ ફિટ રહેવા કરશે મજબૂર

 | 9:35 am IST

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને ટૂંક સમયમાં જ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. સારા અલી ખાન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે સતત તેની તસવીરો અને વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતી હોય છે. જે તેના ફેન્સને ખૂબ પસંદ આવે છે.

આ ક્રમમાં એક્ટ્રેસે વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જે ફેન્સ ઘણો લાઇક કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે. આ વીડિયોમાં સારા જીમમાં પરસેવો પાડતા નજરે આવી રહી છે. પોતાને ફિટ રાખવા સારા અલી ખાન ઘણી મહેનત કરી રહી છે. સારાના આ વીડિયો પર તેના ફેન્સ લાઇક કરી સારા કોમેન્ટ પણ કરી રહ્યા છે. માત્ર 20 કલાક પહેલા પોસ્ટ આ વીડિયોને લખાય ત્યાં સુધી 19 લાખથી વધુ લોકોએ જોયો છે. વર્કફ્રંટની વાત કરીએ તો સારા જલ્દી રિમેક ફિલ્મ ‘લવ આજકલ 2’ અને ‘કુલી નંબર 1’ માં નજરે આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન