Sara Ali Khan had a lot of fun in Sri Lanka, photos viral
  • Home
  • Featured
  • શ્રીલંકામાં કુદરતનો ખોળો ખૂંદતી સારા અલી ખાન, તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ

શ્રીલંકામાં કુદરતનો ખોળો ખૂંદતી સારા અલી ખાન, તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ

 | 8:52 am IST

કુલી નંબર 1ની શૂટિંગથી સમય કાઢીને સારા અલી ખાન હાલ શ્રીલંકામાં દોસ્તો સાથે વેકેશન માણી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેની તસવીર અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. શ્રીલંકા ટ્રિપ પરથી સારાએ કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે એન્જોય કરી રહી છે.

સારા હાલ શ્રીલંકામાં ખુબસુરત નજારાનો આનંદ ઉઠાવી રહી છે. એક તસ્વીરમાં તે સમુદ્ર તટના કિનારે ઉભી રહી હતી અને સમુદ્રની લહેરોમાં આનંદ માણી રહી છે. બીજી એક તસવીરમાં તે પૂલ પર બેસીને નાળિયેર પાણી પીતી નજર આવી રહી હતી. આ સીવાય તે કોફી પીતી નજર આવી રહી છે.

તસવીરોમાં તેણે કેપ્શનમાં લખ્યુ છે કે ‘લેડી ઈન લંકા’ તસવીરોમાં સારાના પ્રશંસકોએ ખુબજ લાઈક અને કમેન્ટ કરી છે. આ પહેલા સારાએ ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી પર તેણે વીડિયો શેર કરી હતી. ઓટો રિક્શામાં સફર કરતી નજર આવી રહી છે. આ દરમિયાન ઓટોવાળાને આસપાસના સારા નજારાઓ અંગેની જાણકારી માંગી રહી છે.

ફિલ્મોની વાત કરીએ તો સારા અલી ખાન કુલી નંબર 1નું શૂટીંગ કરી રહી છે. ફિલ્મમાં તેની ઓપોઝિટ વરૂણ ધવન નજર આવશે. ફિલ્મનું નિર્દેશન ડેવિડ ધવન કરી રહ્યા છે.

આ સિવાય ઈમ્તેયાઝ અલીની ફિલ્મ આજકલમાં તે મુખ્યભૂમિકા નિભાવશે. ફિલ્મમાં કથિત બોયફ્રેન્ડ કાર્તિક આર્યનની સાથે નજર આવશે. આ ફિલ્મ 2020માં વેલેન્ટાઈન ડેના દિવસે રિલીઝ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન