Sara Ali Khan Looks Simple In Real Life, See Her Non Glamorous Look
  • Home
  • Photo Gallery
  • Photos: રિયલ લાઇફમાં આવી લાગે છે સારા અલી ખાન, ગ્લેમરથી રહે છે દૂર

Photos: રિયલ લાઇફમાં આવી લાગે છે સારા અલી ખાન, ગ્લેમરથી રહે છે દૂર

 | 3:57 pm IST

તાજેતરમાં જ ફેમસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની ઇવેન્ટમાં જોવા મળેલી સારા અલી ખાનનાં ગ્લેમરસ લૂકે સૌને ચોંકાવી દીધા હતા. સારા અલી ખાન ડીપ નેક લાઇન બસ્ટીયર ટૉપ લહેંગામાં સ્પોટ થઇ હતી. જો કે રિયલ લાઇફમાં સારા ઘણી સિમ્પલ અને નૉન ગ્લેમરસ લુકમાં જોવા મળતી હોય છે. તેની લેટેસ્ટ તસવીરોની વાત કરીએ તો સારા અલી ખાન હંમેશાની જેમ કુર્તી-પાયજામામાં જોવા મળી હતી.

સારા અન્ય સ્ટાર કિડ્સની જેમ ટ્રેન્ડી ફેશનમાં જોવા મળતી નથી. તે મોટાભાગે આ લૂકમાં જોવા મળે છે. કોઇપણ સ્ટાઇલ વગર પણ સારા અલી ખાનની તસવીરો ચર્ચામાં રહે છે અને તે આ લૂકમાં પણ ઘણી જ સુંદર લાગી રહી છે. સારા અલી ખાન ડાયરેક્ટર અભિષેક કપૂરની ફિલ્મ ‘કેદારનાથ’થી ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં સારા સુશાંત સિંહ રાજપુત સાથે જોવા મળશે.