sara ali khan meet ex lovers veer meet in soty 2 screening
  • Home
  • Entertainment
  • Bollywood
  • સારા અલી ખાન જ્યારે તેના Ex બોયફ્રેન્ડને મળી પછી થયુ એવું કે…

સારા અલી ખાન જ્યારે તેના Ex બોયફ્રેન્ડને મળી પછી થયુ એવું કે…

 | 2:18 pm IST

સારા અલી ખાન હાલમાં અનન્યા પાંડેની ડેબ્યુ ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ ઈયર-2ની સ્ક્રીનિંગમાં પહોંચી હતી. પણ સ્ક્રીનિંગમાં થયુ એવું કે સારા અલી ખાન અધવચ્ચે જ પોતાની મિત્ર અનન્યા પાંડેને કંઈક સમજાવી ત્યાંથી તાત્કાલીક નીકળી ગઈ હતી. વાત જાણે એમ છે કે સારા અલી ખાન પોતાની મિત્ર સાથે અનન્યા પાંડેની ડેબ્યુ ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ ઈયર-2ની સ્ક્રીનિંગમાં પહોંચી હતી ત્યારે અચાનક ત્યાં તેનો એક્સ બોયફ્રેન્ડ આવી ગયો હતો જેની સાથે મુલાકાત ન થાય એ કારણે તે ત્યાંથી નીકળી ચુકી હતી.

એક રિપોર્ટ અનુસાર સારાને એ વાતની જાણ જ નહોતી કે આ પાર્ટીમાં તેનો એક્સ બોયફ્રેન્ડ પણ ગેસ્ટ લિસ્ટમાં સામેલ હશે. જેવો તેનો સામનો વીર પહારિયા સાથે થયો સારા થોડા સમયમાં જ ત્યાંથી નીકળી ગઈ. વીર પહારિયા બીજુ કોઈ નહી પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શીંદેનો પૌત્ર છે. વીર સાથે ડેટિંગના સમાચારો અંગે એક ઈન્ટરવ્યૂમાં સારાએ જણાવ્યુ હતુ. તેણે કબુલ્યુ હતુ કે તે એક લખત રિલેશનશિપમાં રહી ચુકી છે. તેના બોયફ્રેન્ડનું નામ વીર પહારિયા છે.

જ્યારે તેઓનું બ્રેકઅપ થયુ ત્યારે સારાએ એટલુ જ કહ્યુ કે આ સંબંધ વધારે ચાલે એવુ લાગતુ નથી. રિપોર્ટસ અનુસાર સ્ટૂડન્ટ ઓફ ધ ઈયર-2ની સ્ક્રીનિંગમાં સારા અલી ખાનની મુલાકાત વીર સાથે થઈ તો એકબીજાને સામાન્ય રીતે હાય હેલો કરી એકબીજાનો રસ્તો પકડ્યો.

હાલ સારાનું નામ કાર્તિક આર્યન સાથે જોડાયેલુ છે. ફિલ્મ લવ આજકલ 2નું શૂટિંગ ચાલી રહ્યુ છે. સારાએ કેદારનાથ ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ. તેની સાથે આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુત હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન