sara ali khan movie date with brother ibrahim khan mother amrita singh
  • Home
  • Featured
  • PHOTOS: મા અમૃતા અને ભાઈ ઈબ્રાહિમ સાથે સારા અલી ખાન મુવી ડેટ પર

PHOTOS: મા અમૃતા અને ભાઈ ઈબ્રાહિમ સાથે સારા અલી ખાન મુવી ડેટ પર

 | 10:44 am IST

ફિલ્મ કેદારનાથથી બોલીવુડમાં એન્ટ્રી કરનારી સારા અલી ખાન હાલ તેના નવા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. સારાને રવિવારે રાત્રે ઈસ્ટરના ખાસ અવસર પર ફેમિલી સાથે મુવી ડેટ પર જોવા મળી હતી. સારા પોતાની માતા અમૃતા સિંહ, ભાઈ ઈબ્રાહિમ સાથે ફિલ્મ જોવા ગઈ હતી.

મુવી ડેટ પર ફેમિલી સાથે નીકળેલી સારા હંમેશાની જેમજ ખુશ ખુશાલ લાગી રહી હતી. મીડિયાને જોતા જ સારાએ સૌનું અભિવાદન જીલ્યુ હતુ. સારા અલી ખાન સાથે મૂવી ડેટ પર તેની ખાસ દોસ્ત પણ નજર આવી હતી. સારાએ યેલો કલરનો સલવાર શુટ પહેર્યો હતો. ટ્રેડિશનલ ગેટઅપમાં સારા ખુબસુરત લાગતી હતી.

સારા અલી ખાન ઈસ્ટરના અવસર પર તૈમુર અલી ખાન અને ઈબ્રાહિમ બંને સાથે તસવીરોમાં દેખાઈ રહી છે. ઈસ્ટરની વધામણી આપતી સારાએઁ બંનેને પોતાની Easter Bunnies ગણાવ્યા હતા.

સારા અલી ખાન ફિલ્મ જોવા તેની માતા સાથે નજર આવી રહી હતી. સારા પોતાની માતાની ખુબજ નજીક છે. સારાએ કહ્યુ કે દીલથી મારી મા અને દિમાગથી પપ્પા જેવી થઈ છુ. સારા અલી ખાનને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

વર્કફ્રંટની વાત કરીએતો સારા ઇમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજ કલની સીક્વલમાં નજર આવશે. ફિલ્મમાં કાર્તિક આર્યન તેની સાથે કામ કરી રહ્યો છે. ફિલ્મનું દિલ્હીનું શૂટિંગ પુરૂ થઈ ચુક્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન