sara ali khan reaction says she wants to do everything on screen
  • Home
  • Entertainment
  • Bollywood
  • સારા અલી ખાનનો ચોંકાવનારો ખુલાસો: મારે પર્દા પર બધું જ કરી લેવું, બધું એટલે બધું જ…

સારા અલી ખાનનો ચોંકાવનારો ખુલાસો: મારે પર્દા પર બધું જ કરી લેવું, બધું એટલે બધું જ…

 | 2:03 pm IST

કેદારનાથ અને સિમ્બા જેવી ફિલ્મોથી દર્શકોનું દિલ જીતી લેનારી અભિનેત્રી સારા અલી ખાન હાલ તો ખુબ ચર્ચામાં છે. તેનું કહેવું છે કે તે પર્દા પર બધું જ કરવા માગે છે. સારાએ કહ્યું કે, હું બધુ જ કરવા માગુ છું. બધું એટલે બધું જ. જેમ કે હું સંજય લીલા ભણસાલી સાથે કોઈ પીરિયડ ફિલ્મ પર કામ કરવા માંગુ છું, શહેરના જીવન સંબંધિત કોઈ ફિલ્મ પણ કરવા માંગુ છું, રોમેન્ટિક હોય કે કોમેડી, કોર્મશિયલ મસાલા ફિલ્મોમાં પણ મારે મન દઈને કામ કરવું છે. આગળ સારાએ કહ્યું કે, હું એક્શન અને થ્રિલર ફિલ્મોમાં પણ હાથ અજમાવવા માગુ છું.

હાલનાં અપડેટ પ્રમાણે સારા ઈમ્તિયાજ અલીની ફિલ્મ લવ આજ કલની બીજી સિરીઝમાં જોવા મળશે. સારાએ કહ્યું કે મારા અનુભવ પ્રમાણે જ્યારે એક્શન કરતી હોઉ ત્યારે હું મને ખુદને ભુલી જાવ છું અને ખોવાઈ જાવ છું. જ્યારે તમે કોઈ બીજાના જીવન અને બીજાની કહાની પર એક્શન કરવાની કોશિસ કરતા હોય ત્યારે તમે એના જેવા બની જાવ છો અને તો જ એ કેરેક્ટરને હુબહુ નિભાવી શકો.

સારાએ આ દરમિયાન પોતાની પહેલી ફિલ્મ કેદારનાથનાં અનુભવ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે મે કહાની સાંભળીને કલ્પના નહોતી કરી કે હું આ રોલ સરખી રીતે નિભાવી કરી શકીશ. તેમજ તેણે પુરી સ્ટાર કાસ્ટનો પણ આભાર માન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન