To sushant and ranveer sara ali khan reveal i did apologies
  • Home
  • Featured
  • PHOTOS: જ્યારે સારા અલી ખાને સુશાંત રણવીરની માંગી માફી, આ છે કારણ

PHOTOS: જ્યારે સારા અલી ખાને સુશાંત રણવીરની માંગી માફી, આ છે કારણ

 | 3:29 pm IST

બોલીવુડમાં ફિલ્મ કેદારનાથથી ડેબ્યૂ કરનાર સૈફ અલી ખાન અને અમૃતાની ખુબસુરત પુત્રી સારા અલી ખાન તેના નવા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. સારા કેદારનાથ અને સિમ્બાના કારણે મોટી સફળતા મેળવી ચુકી છે. ફક્ત બે ફિલ્મોથી જ ખુબજ લોકપ્રિયતા મેળવનાર આ અભિનેત્રીમાં છે દમ એવું સૌ કોઈ માને છે.

સારાની એક્ટીંગ સ્કિલ અને પ્રોફેશનલ વલણને કારણે તેના હાલ ખુબજ વખાણ થઈ રહ્યા છે. સુશાંત સિંહ રાજપુત અને રણવીર સિંહ સારાની એક આદતથી તંગ આવી ગયા હતા. સારાએ આ માટે આ બંનેની માફી પણ માંગી લીધી હતી.

એક ઈંટરવ્યૂમાં એકટ્રેસે જણાવ્યુ કે મને કુદરતી વસ્તુઓ ખુબજ પસંદ છે. ચહેરા પર કોસ્મેટિક લગાવવા કરતા મને ઘરેલુ વસ્તુઓ લગાવવી ગમે છે. આ કારણે તેના આ બંને સાથી કલાકારો ખુબજ પરેશાન થયા હતા.

સારાએ કહ્યુ કે હું મારા વાળ કાળા કરવા માટે તેમાં ડૂંગળીનો ઉપયોગ કરૂ છુ. જોવામાં આ ખુબજ શાનદાર લાગે છે પણ તમારા આસપાસના લોકો તેની તીવ્ર વાસના કારણે હેરાન થઈ જાય છે. સારાએ હસતા હસતા કહ્યુ કે શૂટિંગ દરમિયાન જ્યારે હું મારા વાળ પર ડુંગળી લગાડુ છુ રણવીરે પુછ્યુ કે આ શુ લગાવે છે. મે આ માટે બંનેની માફી પણ માંગી લીધી છે.

સારાએ થોડા સમય પહેલાજ ખાસ કરીને ફિલ્મ ઇંડસ્ટ્રીઝમાં ખુબસુરતી માટે દબાણ કરવામાં આવે છે. આ માટે ખાસ દબાણ લાવવામાં આવે છે. હું એવુ પણ નથી કહેતી કે જો તમે 96 કિલોના છો તો એવા જ રહો. આ માટે ઉઠો અને જીમ જાઓ પરસેવો પાડો. જ્યાં સુધી તમારામાં કોન્ફીડન્સ ન આવે ત્યાં સુધી ખુદ પાછળ મહેનત કરો. કોન્ફીડન્સથી આગળ વધો.

સારા હાલ લવ આજ કલ 2ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તે કાર્તિક આર્યન સાથે કામ કરી રહી છે. ફિલ્મનો પહેલો પાર્ટ 2009માં રિલીઝ થયો હતો હવે બીજો પાર્ટ રિલીઝ થશે. સારા અલી ખાન કેદારનાથ અને સિમ્બા પછી નવા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. સારાના હાથમાં બાયોપિક પ્રોજેક્ટ છે આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન