Sara Ali Khan Spot In Bold Look at Late Night Party
  • Home
  • Featured
  • Photos: ટ્રેડિશનલ લૂક છોડીને બૉલ્ડ અવતારમાં જોવા મળી સારા અલી ખાન

Photos: ટ્રેડિશનલ લૂક છોડીને બૉલ્ડ અવતારમાં જોવા મળી સારા અલી ખાન

 | 10:24 am IST

બોલીવુડ એક્ટર સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન હાલમાં જ પોતાના દોસ્તો સાથે હેંગ આઉટ કરતી જોવા મળી હતી. આ દરમિયાન સારા યેલ્લો કલરનાં ડ્રેસમાં જોવા મળી હતી. સારા ઘણીવાર દોસ્તો સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ટ કરતી જોવા મળતી હોય છે. ડેબ્યૂ પહેલા જ સારા અલી ખાન ચર્ચામાં છે.

સારા અલીખાન સુશાંત સિંહ રાજપુત સાથે ફિલ્મ ‘કેદારનાથ’માં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. ‘કેદારનાથ’ ફિલ્મ બાદ સારા રોહિત શેટ્ટી અને કરણ જોહરની ફિલ્મ ‘સિંબા’માં રણવીર સિંહ સાથે જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ પણ તેણે શરૂ કરી દીધું છે. સારા પોતાની ફિટનેસ, સ્ટાઇલ અને લૂકને કારણે સતત ચર્ચામાં રહે છે.

ઉલ્લેખનીય છે કે શરૂઆતનાં દિવસોમાં સારા કેમેરા સામે પોતાને અસહજ અનુભવતી હતી. ઘણી વાર તેને કેમેરાથી મોં છુપાવતા અને કેમેરામેન પર ગુસ્સે થતી જોવામાં આવી છે. જો કે હવે સારા કૉન્ફિડન્સ સાથે જોવા મળી રહી છે.