Sara Ali Khan Spotted with Mystery Boy in Mumbai
  • Home
  • Featured
  • ‘મિસ્ટ્રી બોય’ સાથે દેખાઈ સારા અલી ખાન, જાણો કોણ છે આ શખ્સ

‘મિસ્ટ્રી બોય’ સાથે દેખાઈ સારા અલી ખાન, જાણો કોણ છે આ શખ્સ

 | 7:18 pm IST

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી અને બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન તેના ડેબ્યૂ ફિલ્મથી બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવવામાં સફળ રહી છે. સારા અલી ખાન હાલ Pepperazziની પણ ફેવરેટ બની છે. સારાની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થાય છે. સારાને જીમની બહાર અને અન્ય જગ્યાઓ પર મીડિયા દ્વારા મોટા ભાગે સ્પોટ કરવામાં આવે છે.

પરંતુ આ વખતે સારાને એક ‘મિસ્ટ્રી બોય’ સાથે સ્પોટ કરવામાં આવી. આ મિસ્ટ્રી બોય કોણ છે તે વિશે હાલ કોઇ સ્પષ્ટ માહિતી મળી નથી. પરંતુ મીડિયા સૂત્રો મુજબ આ શખ્સને સારાનો એક ફ્રેન્ડ બતાવામાં આવી રહ્યો છે. મિસ્ટ્રી બોય સાથે સારાની તસવીરો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ છે. સારાની ડેબ્યૂ ફિલ્મ ‘કેદારનાથ’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. જ્યારે તેના પછી રિલીઝ થયેલ ફિલ્મ ‘શિંબા’એ પણ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક પ્રદર્શન કર્યુ હતું. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં હતો. વર્કફ્રંટની વાત કરીએ તો સારા આગામી ફિલ્મ ‘કુલી નંબર 1’માં નજરે આવશે. જેમાં તેના અપોઝિટ વરુણ ધવન દેખાશે. આ ફિલ્મ ગોવિંદા અને કરિશ્મા કપૂરની ફિલ્મ ‘કુલી નંબર 1’ની રિમેક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન