સારા અલી ખાન અને સુશાંત સિંહની wrap up પાર્ટી, જુઓ Video - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • સારા અલી ખાન અને સુશાંત સિંહની wrap up પાર્ટી, જુઓ Video

સારા અલી ખાન અને સુશાંત સિંહની wrap up પાર્ટી, જુઓ Video

 | 12:13 pm IST

સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ કેદારનાથની શૂટિંગ ખતમ થઇ ગઈ છે. મુંબઈમાં ફિલ્મના રૈપ અપને સેલિબ્રેટ કરવામાં આવ્યું હતું. શૂટિંગ સેટ પર આ સેલિબ્રેશનમાં સુશાંત રાજપૂત કેક કટિંગ કરતા જોવા મળ્યો હતો.

ઈન્સ્ટા પર પોસ્ટ કરવામાં આવેલા આ વિડીયોમાં સારા અલી ખાન ફિલ્મની શૂટિંગ ખતમ થવાની ખુશીમાં સુશાંત સિંહ રાજપૂતને ગળે મળતા જોવા મળે છે. આ સિવાય સુશાંતને પણ કેદારનાથ ફિલ્મના ડાયરેક્ટર અભિષેક કપૂરને શૂટિંગ ખતમ થયા બદલ અભિનંદન કહેતા નજરે પડે છે.

જણાવી દઈએ કે સારા અલી ખાન આ ફિલ્મમાં બોલિવુડ ડેબ્યુ કરવા જઈ રહી છે. ડાયરેક્ટર અભિષેકની શૂટિંગ ખતમ થવા પર સુશાંત સાથે ઈન્સ્ટા પર આવો ફોટો પર શેર કરવામાં આવ્યો છે.

આ સિવાય સારા અલી ખાન રણવીર સિંહ સાથે ફિલ્મ સિમ્બામાં પણ જોવા મળશે. આ જ ફિલ્મની શૂટિંગ માટે સારા અલી ખાન ટૂંક સમયમાં હૈદરાબાદ જવા રવાના થશે.