Sara Ali Khan Want to Merry This Bollywood Actor
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ બોલીવુડ એક્ટર સાથે લગ્ન કરવા ઇચ્છે છે સારા, પિતા સૈફ સામે જ કર્યો ખુલાસો

આ બોલીવુડ એક્ટર સાથે લગ્ન કરવા ઇચ્છે છે સારા, પિતા સૈફ સામે જ કર્યો ખુલાસો

 | 11:30 am IST

કરણ જોહરનાં ચેટ શૉ ‘કૉફી વિથ કરણ’ની છઠ્ઠી સીઝનમાં આ વખતે સેલેબ્રિટી જોડીઓમાં આવી રહ્યા છે. શૉમાં અત્યાર સુધી ઘણા મોટા મોટા સ્ટાર્સ આવી ચુક્યા છે. કેટલાક દિવસ પહેલા આમિર ખાને આ શૉમાં હાજરી આપી હતી અને પોતાની પર્સનલ લાઇફને લઇને ખુલાસાઓ કર્યા હતા. શૉનાં આગામી એપિસૉડમાં બોલીવુડનાં નવાબ સૈફ અલી ખાન પોતાની દીકરી સારા અલી ખાન સાથે જોવા મળશે.

આ દરમિયાન દર્શકોને બાપ-દીકરી વચ્ચેની શાનદાર બૉન્ડિંગ જોવા મળશે. આ ઉપરાંત સારા પણ પોતાની પર્સનલ લાઇફ અને લાઇક્સ-ડિસલાઇક્સ પર વાત કરશે. સારા ફિલ્મ ‘કેદારનાથ’ દ્વારા પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરશે. શૉનાં પ્રોમો વિડીયોમાં કરણ જોહરે સૈફને પુછ્યું કે સારાનાં બૉયફ્રેન્ડને તેઓ કયા કયા પ્રશ્નો પુછવા ઇચ્છશે? સૈફે કહ્યું કે તે પૉલિટિકલ વ્યૂઝ વિશે અને ડ્રગ્સ વિશે પુછશે. ત્રીજો પ્રશ્ન કરણે સજેસ્ટ કરતા કહ્યું કે, “મની વિશે પુછવુ પણ એક સારો પ્રશ્ન હશે.”

ત્યારબાદ સારાએ પોતાની ચૉઇસ વિશે જણાવ્યું. સારાએ કહ્યું કે તે રણબીર કપૂર સાથે લગ્ન કરવા ઇચ્છે છે, પરંતુ તેને ડેટ કરવા નથી ઇચ્છતી. તે કાર્તિક આર્યનને ડેટ કરવા ઇચ્છે છે. સૈફે ત્રીજો પ્રશ્ન આમાં એડ કરતા કહ્યું, “જો તમારી પાસે મની છે તો તમે સારાને લઈ જઈ શકો છો.” આની પર સારાએ કહ્યું કે, “તમારે આ બધુ બંધ કરવું જોઇએ. આ બધુ ખોટું છે.”