sara ali khan was seen doing something like this in goa
  • Home
  • Featured
  • ડ્રગ્સ મામલે નામ ઉછળ્યાં બાદ સારાની ગોવાની તસવીરો ધડાધડ વાયરલ, જોઈને ફેન્સ ચોંકી ગયાં

ડ્રગ્સ મામલે નામ ઉછળ્યાં બાદ સારાની ગોવાની તસવીરો ધડાધડ વાયરલ, જોઈને ફેન્સ ચોંકી ગયાં

 | 4:39 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અભિનય ઉપરાંત સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ સક્રિય છે. તે હંમેશાં તેની હોટ તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. હાલમાં જ તે ગોવા વેકેશનથી પરત ફરી છે, ત્યારથી તેની ગોવાની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.

તેની 3 તસવીરો સારાના ફેન પેજ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે, જે હવે વાયરલ થઈ છે. આ તસવીરોમાં સારા તેના ઘણા મિત્રો સાથે જોવા મળી રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા ટૂંક સમયમાં વરૂણ ધવન સાથેની ‘કુલી નંબર 1’ ની રિમેકમાં જોવા મળશે. તેનું નિર્દેશન ડેવિડ ધવન કરી રહ્યા છે. સારા અક્ષય કુમાર અને ધનુષની સાથે ‘અતરંગી રે’માં પણ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ થવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન