Sara Ali Khan Went to Watch Kedarnath In Wearing Burka
  • Home
  • Featured
  • Photos: બુરખો પહેરીને પોતાની ફિલ્મ ‘કેદારનાથ’ જોવા પહોંચી સારા અલી ખાન

Photos: બુરખો પહેરીને પોતાની ફિલ્મ ‘કેદારનાથ’ જોવા પહોંચી સારા અલી ખાન

 | 11:09 am IST

સારા અલી ખાનની ફિલ્મ ‘કેદારનાથ’ને દર્શકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ સારાની ડેબ્યૂ ફિલ્મ છે અને આને લઇને સારા ઘણી ઉત્સાહિત પણ છે. તેણે ફિલ્મનાં પ્રમોશનમાં કોઈ જ કસર છોડી નથી. તાજેતરમાં સારા બુરકો પહેરીને દર્શકોની મધ્યે થિયેટરમાં ફિલ્મ જોવા પહોંચી હતી. ફિલ્મની કૉ-રાઇટર કનિકા ઢિલ્લોને ઇન્સ્ટાગ્રામ પર ફૉટો શેર કર્યો છે, જેમાં સારા અલી ખાન બુરકામાં જોવા મળી રહી છે. તેની સાથે મા અમૃતા સિંહ પણ છે. ફૉટોમાં તે ફેન્સ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.

કનિકાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘જ્યારે તમે તમારી ફિલ્મની પ્રતિક્રિયા જાણવા દર્શકોની વચ્ચે જઈને ફિલ્મ જુઓ છો. ઘણા પ્રેમ માટે આભાર.’ તરણ આદર્શે એક ટ્વિટમાં ફિલ્મનાં લેટેસ્ટ કલેક્શનનાં આંકડાઓ જાહેર કર્યા છે. ટ્વિટ પ્રમાણે ફિલ્મે શરૂઆતનાં ચાર દિવસમાં 32 કરોડ રૂપિયા કમાયા છે. ફિલ્મે પહેલા દિવસે એટલે કે શુક્રવારનાં રોજ 7.25 કરોડ રૂપિયા, શનિવારે 9.75 કરોડ રૂપિયા, રવિવારનાં રોજ 10.75 કરોડ રૂપિયા અને સોમવારનાં રોજ 4.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મની કમાણીથી ખુશ સારા અલી ખાને મુંબઈમાં લોકોને પ્રસાદ વહેંચ્યો હતો.

આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુત મુખ્ય અભિનેતાની ભૂમિકા નીભાવી રહ્યો છે. ફિલ્મનું નિર્દેશન અભિષેક કપૂરે કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન