sara arfeen khan depression phase was tired crying every day twin children
  • Home
  • Featured
  • Photos: જુડવા બાળકોની માતા બનતા ખુબ હેરાન-પરેશાન થઈ આ અભિનેત્રી, રડી રડી હાલ બેહાલ

Photos: જુડવા બાળકોની માતા બનતા ખુબ હેરાન-પરેશાન થઈ આ અભિનેત્રી, રડી રડી હાલ બેહાલ

 | 8:31 am IST

લવ કા ઇંતજાર અને ઢુંઢ લેગી મંઝીલ હમે નામની ટીવી સીરિયલથી પ્રસિદ્ધિ મેળવનાર એકટ્રેસ સારા અરફીન ખાન હાલ તેની પ્રોફેશનલ લાઇફથી બ્રેક લઈને પોતાના બાળકોની સંભાળમાં લાગી છે. સારાએ યુકેમાં જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. હાલ તે ભારતમાં છે અને બાળકોને સંભાળી રહી છે. એકટ્રેસ સારા અરફીન ખાન હાલ પ્રોફેશનલ લાઇફથી બ્રેક લીધી છે.

એકટ્રેસે જણાવ્યું કે તેના માટે તેના બાળકો ખુબજ મહત્વના છે કેમકે એક વખત નહીં પણ સાત વખત તેને મિસકેરેજ થતાં બાળકો માટે તે રીતસરની આતુર હતી. આ દર્દમાંથી બહાર આવતા તેને ખુબ સમય લાગ્યો હવે જ્યારે કુદરતે તેને ખોળે બે બાળકો આપ્યા છે ત્યારે આ સમયને તે ભરપુર માણવા માંગે છે.

સારા સોશિયલ મીડિયા પર અવાર નવાર તસવીરો શેર કરતી રહે છે. સારાએ કહ્યું કે માતા બનવુ જીવનનો સૌથી સુખદ અનુભવ છે પણ મારે ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવાનો આવ્યો છે. હું થાકી જાઉ છુ આખો આખો દિવસ રડતી રહુ છુ કે બાળકોને સંભાળી શકીશ કે કેમ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન