Sara Inaraa Ali Lucky Ali Beautiful Daughter Photos viral on social media
  • Home
  • Photo Gallery
  • ગાયક લકી અલીની દીકરીની તસવીરો વાયરલ, લોકોએ પૂછ્યું ‘શું કરશે બોલિવૂડમાં ડેબ્યૂ’

ગાયક લકી અલીની દીકરીની તસવીરો વાયરલ, લોકોએ પૂછ્યું ‘શું કરશે બોલિવૂડમાં ડેબ્યૂ’

 | 11:08 am IST
  • Share

લોકપ્રિય ગાયક-અભિનેતા લકી અલીએ તેમના જીવનમાં ઘણાં સિલેક્ટેડ કરેલા કામો જ કર્યા છે અને કેટલાક સમયથી તેઓ માત્ર સ્ટેજ પરફોર્મન્સ આપી રહ્યા છે. હવે એ પણ પહેલા કરતા ઓછું થઈ ગયું છે. તેઓ ભલે લાઇમલાઇટથી દૂર રહે પણ તેમના ચાહકો તેમને શોધી જ કાઢે છે. લકી અલીને એકાંત અને શાંતિ ગમે છે અને તેમના કૂલ નેચરે ચાહકોનું દિલ જીત્યું છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ લકી અલી પણ પોતાના ખાસ લોકો સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. જેમાંથી એક તેમની દીકરી સારા ઇનારા અલી છે. લકીની મિત્ર નફીસા અલીએ પણ તાજેતરમાં સારાની કેટલીક તસવીરો શેર કરી છે અને કહ્યું છે કે તે લકી અલીની બીજી દીકરી છે. આ તસવીરો ગોવામાં નફીસાના ઘરેથી લેવામાં આવી છે. તેણે ફોટા સાથે કેપ્શનમાં લખ્યું – સારા ઇનારા અલી. મારા મિત્ર લકીની બીજી દીકરી. અમારી લકી સ્ટાર.

જણાવી દઈએ કે સારા લકી અલી અને તેની બીજી પત્ની ઇનાયાની દીકરી છે. તસવીરોમાં તેના સુંદર સ્મિતએ ચાહકોના દિલ જીતી લીધા છે અને દરેક આ તસવીરો પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. એક વ્યક્તિએ તેની બોલિવૂડ ડેબ્યુ વિશે સવાલ કર્યો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો