Sara Khan Posted Pic in Bikini People Trolled Her
  • Home
  • Photo Gallery
  • સારા ખાને બિકિનીમાં કરી એવી તસવીર પોસ્ટ કે લોકોએ કહ્યા અભદ્ર શબ્દો

સારા ખાને બિકિનીમાં કરી એવી તસવીર પોસ્ટ કે લોકોએ કહ્યા અભદ્ર શબ્દો

 | 3:36 pm IST

ટીવી અભિનેત્રી સારા ખાન એકવાર ફરી વિવાદોમાં આવી છે. સારા ખાન અત્યારે દુબઈમાં રજાઓ ગાળી રહી છે. સારા ખાને પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરમાં તે ગૉલ્ડન રંગની બિકિનીમાં જોવા મળી રહી છે. બિકિનીમાં સારા ખાનની તસવીર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તેના પર ઇસ્લામ ધર્મનું અપમાન કરવાનો અને ભડકાઊ કપડા પહેરવાનો આરોપ લગાવ્યો છે.

જો કે આ તસવીર પોસ્ટ કર્યા બાદ સારા ખાને જે કંઇ પણ લખ્યું છે તેને જોઇને એવું લાગી રહ્યું છે કે તેને પહેલાથી જ ખબર હતી કે લોકોને તેની આ તસવીર પંસદ નહી આવે. સારા ખાને લખ્યું કે, ‘નફરત કરનારા ભ્રમમાં રહેતા પ્રશંસકો છે.’ સારા ખાનની આ તસવીર જોઇને કેટલાક લોકોએ તેને બશરમ કહી તો કેટલાક ધર્મનું જ્ઞાન આપવા લાગ્યા.